ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: એસીબી એ ગોઠવેલા છટકામાં પાલનપુરના સરકારી વકીલ રૂ. એક લાખની લાંચ લેતા ફસાયા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠાના પાલનપુરના જિલ્લા ઇન્ચાર્જ સરકારી વકીલે એક જાગૃત નાગરિકને કેસમાં મદદ કરવાની માંગ સામે રૂપિયા એક લાખની લાંચની માગણી કરી હતી. આ અંગે જાગૃત નાગરિકે નડિયાદ એસીબી નો સંપર્ક કરતા એસીબીએ ચા લારી પાસે ગોઠવેલા છટકામાં સરકારી વકીલ રૂપિયા એક લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.

પાલનપુરમાં એક જાગૃત નાગરીકના દીકરા વિરુદ્ધ ફરિયાદીની પુત્રવધુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આગાઉ નોંધાઈ હતી. જેમાં પાલનપુર બીજા એડિશનલ ચિફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં આ અંગેનો કેસ ચાલી જતા ફરિયાદીના દીકરાને સજા થઇ હતી. જ્યારે આ હુકમની સામે આ ફરિયાદીના પુત્રએ બનાસકાંઠા ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ પાલનપુરમાં અપીલ દાખલ કરાવી હતી. જેમાં મદદરૂપ કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે પાલનપુરની અંકિત સોસાયટીમાં રહેતા સેસન્સ કોર્ટના મદદનીશ સરકારી વકીલ (ઇન્ચાર્જ જિલ્લા સરકારી વકીલ) નૈલેશભાઇ મહેન્દ્રભાઇ જોષી એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસે રૂ.1 લાખ નકકી કર્યા હતા.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હતા. જેથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી.

ચા ની લારી પાસે છટકું ગોઠવ્યું હતું

એસીબી-humdekhengenews

જેની ફરીયાદના આધારે એસીબી નડીયાદના પી.આઇ વી.આર.વસાવા અને સ્ટાફ દ્વારા ગુરૂવારે પાલનપુર વિરાટ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર,વિરાટ ચાની લારી પાસે,જોરાવર પેલેસ રોડ પર લાંચનું છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં આરોપીએ રૂ.1 લાખની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયા હતા. જેના પગલે એ.સી.બી. દ્વારા ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ લાંચના છટકાનું સુપર વિઝન એસીબી અમદાવાદના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમા કરી રહ્યા છે.

આ પણ વાંચો :ખેડૂતો આનંદો ! સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે, જાણો ક્યારથી શરુ થશે નોંધણી

Back to top button