ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : વીજદરોમાં કરાયેલો વધારો પરત નહિ ખેંચાય તો ‘આપ’ કરશે આંદોલન

Text To Speech
  • ડીસા નાયબ કલેકટરને આપ્યું આવેદનપત્ર
  • યુનિટ દીઠ 25 પૈસાનો વધારો ઝીંકાયો હતો

પાલનપુર : થોડા દિવસ પહેલા જ વીજ વપરાશમાં ગ્રાહકોના માથે યુનિટ દીઠ 25 પૈસાનો વધારો ઝીંકાયો છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ વીજ વધારો પરત ખેંચવા માટેની માગણી કરી છે. અને ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.ગુજરાત વીજ નિયમન પંચે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની 4 કંપનીઓને ફ્યુલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ અંતર્ગત યુનિટ દીઠ 25 પૈસાનો વધારો ઝીંક્યો છે. આને કારણે ગુજરાતના વીજ-ગ્રાહકો માથે માસિક 245.8 કરોડ રૂપિયાનો, વાર્ષિક 2950 કરોડ રૂપિયાનો આર્થિક બોજ વધશે. આ વીજ વધારો સરકારને પરત ખેંચવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માગણી કરી છે. અને ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે તેમાં જણાવ્યું હતું કે, સરકારી પાવર પ્લાન્ટોની ક્ષમતા ઘટાડીને ખાનગી પાવર પ્લાન્ટોને પ્રોત્સાહન આપવાની ગુજરાત સરકારે શરુ કરેલી નીતિનો ભોગ હવે ગુજરાતની જનતા બની રહી છે.

આંદોલન-humdekhengenews

પાવર ઉત્પાદકો અને વિતરણ કરનારાઓ માટે ગુજરાત વીજ નિયમન પંચમાં ‘મોસાળમાં જમણ ને માં પીરસે’ એવો ઘાટ છે. એમાં ગુજરાતનો વોજ-વપરાશકાર મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. હાલમાં શ્રમિક, ખેડૂત, નાના વેપારી અને નાના ઉદ્યોગકારો સહિતનો ગુજરાતનો માધ્યમ અને ગરીબ વર્ગ હાલના સંજોગોમાં મોંઘવારીના ચક્કરમાં પીસાઈ રહ્યો છે. મોંઘવારી અને બે-રોજગારી એના ચરમ પર છે. આવા સંજોગોમાં માસિક 245.8 કરોડનો બોજ મધ્યમ વર્ગનું જીવન દોહ્યલું કરી દેશે. જેથી આ વધારો તાત્કાલિક રદ કરવા માટે જરૂરી હુકમો કરવામાં આવે. જો જરૂરી હુકમો સમયસર કરીને ભાવ-વધારો પાછો ખેંચવામાં નહિ આવે તો નાછૂટકે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરાશે તેવી ચમકી પણ આપી હતી.ડીસા નાયબ કલેકટરને આવેનપત્ર આપતા સમયે ‘આપ’ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, નોર્થ ઝોનના કાર્યકારી પ્રદેશ પ્રમુખ રમેશભાઈ પટેલ, લોકસભા પ્રમુખ વિજયભાઈ દવે, શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર, કમલભાઈ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : “આપની સરકાર આપના દ્વાર”, બનાસકાંઠા કલેકટરે યોજી રાત્રિ સભા

Back to top button