ઉત્તર ગુજરાત

પાલનપુર : સાયબર ક્રાઇમથી કેમ બચશો, લોક જાગૃતિ માટે તીર્થગામની શાળામાં પોલીસનો સેમિનાર

પાલનપુર : બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ની સૂચના અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુરના પીઆઈ એ.વી.દેસાઇ ના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુરના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવા, કોન્સ્ટેબલ મહેશભાઇ પટેલ તથા મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન રાણા સાથેની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વાવ તાલુકાના તીર્થગામ મુકામે પરીખ એમ.સી.સંસ્કાર હાઇસ્કૂલ ખાતે અભ્યાસ કરી રહેલ સરહદી વિસ્તારના આશરે ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઇ-બહેનોને સાયબર ક્રાઇમના વિવિધ બનાવો બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.

પાલનપુર - Humdekhengenews

આ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવાએ હાલમાં બની રહેલ સાયબર ક્રાઇમના વિવિધ બનાવો જેવા કે, ATM ફ્રોડ, KBC લોટરી ફ્રોડ, ન્યૂડ વિડીયોકોલ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, ફેસબુક ફ્રેન્ડના નામે ફ્રોડ, વિદેશથી ગિફ્ટ પાર્સલના બહાને કસ્ટમ ઓફિસરના નામે થતું ફ્રોડ, ફેસબુક-ઇન્સ્ટાગ્રામ-વોટ્સએપ જેવા સોશિયલ મિડીયા દ્વારા થતું ફ્રોડ, ફેક-હેક એકાઉન્ટ તેમજ તમામ પ્રકારની નાણાંકીય છેતરપિંડીના બનાવો વિશે તેમજ તે બનાવોથી બચવાના ઉપાયો બાબતે જાણકારી આપી હતી.હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવા દ્વારા બનાવેલ પ્રેઝન્ટેશન દ્વારા તેમણે જ્ઞાન સાથે ગમ્મત જેવા રમૂજી અંદાજમાં હાઇસ્કુલના બાળકોને તેમણે પોલીસ કરતાં એક વક્તા તરીકે સરસ માહિતી આપીને સાયબર ક્રાઇમ લોકજાગૃતિ બાબતે તમામને જાગૃત કરવામાં આવ્યા હતા. તદુપરાંત જો સાયબર ફ્રોડનો કોઇ બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. 1930 ઉપર ઇમરજન્સી કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા અથવા તો વેબસાઇટ www.cybercrime.gov.in ઉપર ઓનલાઇન કમ્પ્લેન કરવા બાબતેની પણ સમજ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજ્યની સ્કૂલોમાં ઓરડાની ઘટ કરાશે દૂર, નવા 21 હજાર વર્ગખંડો બાંધવાની કામગીરી

પાલનપુર - Humdekhengenews

આ સેમિનારમાં સાયબર અવેરનેસના પ્રેઝન્ટેશન બાદ સાયબર ક્રાઇમ ટીમના કર્મચારી ઓએ હાઇસ્કુલના વિદ્યાર્થી ભાઇ-બહેનો સાથે સંવાદ ઉપરાંત જરૂરી પ્રશ્નોત્તરી કરી તેઓની સાથે બનેલ બનાવોની સમસ્યાનું સમાધાન કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નં. ૧૯૩૦ નંબર કાયમ માટે યાદ રહે તે માટે દાંડીકૂચ ના બનાવની પણ યાદ અપાવી. આ કાર્યક્રમમાં વાવ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારના આયોજનમાં તીર્થગામ હાઇસ્કૂલના પ્રિન્સીપાલ એમ.વી.પાયા એ સાયબર ક્રાઇમ ટીમની કામગીરીને બિરદાવી હતી અને હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ લુવા એ અલગ અંદાજમાં રજુ કરેલ પ્રેઝન્ટેશનના પણ વખાણ કરી આભારવિધિ કરી હતી.

Back to top button