પાલનપુર: ડીસા માં રજત જયતિ મહોત્સવ માં ગૃહમંત્રી હાજર રહેશે


પાલનપુર : ડીસા ના કાંટ ગામે આવેલ સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી સહીત દાતાઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે.ડીસા ના કાંટ ખાતે ચાલતી સર્વોદય વિદ્યા સંકુલ જે ગરીબ અને વિધવા મહિલાઓ ના દીકરા- દીકરીને મફત માં અભ્યાસ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. આ સંકુલ ને આજે પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જ્યંતી મહોત્સવ અને આ સંકુલના નામકરણ વિધિ માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રકાશ સંઘવી, નામકરણના દાતા દિનેશચંદ્ર અગ્રવાલ, બનાસકાંઠા ના સાંસદ પરબત પટેલ, રાજ્યસભા ના સાંસદ દિનેશ અનાવડીયા, સહીત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ વિધા સંકુલ માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : પાલનપુર: ડીસા વિજ કંપની માંથી કોન્ટ્રાકટર માલ ઉઠાવી ગયો