પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ શરૂ કરવા હિન્દુ સંગઠનો મેદાને
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં વર્ષોથી ભક્તોને પ્રસાદ રૂપે મોહનથાળ અપાતો હતો. જે બંધ કરવાના તંત્રના નિર્ણયની સાથે જ હવે ચારે તરફથી વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે. આ પ્રસાદ શરૂ કરવા માટે હવે હિન્દુ સંગઠનો પણ મેદાનમાં ઉતર્યા છે. જ્યારે પ્રસાદ માટે રાજકારણ શરૂ થઈ ગયું હોય તેમ અનેક રાજકીય પક્ષોએ પણ મોહનથાળના પ્રસાદને શરૂ કરવા માટે પોતાનો વિરોધ નોંધાયો છે.
જ્યારે સત્તાધારી પક્ષના ચૂંટાયેલા અને ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા રાજનેતાઓ પૈકી કોઈએ પણ મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા માટે હજુ સુધી ખોખારીને નિવેદન કર્યું નથી, જેને લઈને માઈ ભક્તો આવા લોકોને નબળા રાજનેતાઓ તરીકે જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા લેવાયેલા આ તઘલગી નિર્ણયને હવે બદલવો જ પડશે તેવી આકરી ભાષામાં પ્રતિક્રિયા હિન્દુ સંગઠનોમાંથી આવી રહી છે. અત્યારે અંબાજી શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ” ચીકી નાબુદ કરો, મોહનથાળ પ્રસાદ (રાજભોગ) શરૂ કરો” તેવા અંબાજીના જાહેર માર્ગો ઉપર પોસ્ટરો લાગ્યા છે, અને લોકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ શરૂ કરવા હિન્દુ સંગઠનો મેદાને
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું#palanpur #palanpurupdate #ambaji #ambajitemple #News #newsupdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/fYTLb0OOOX
— Hum Dekhenge News (@humdekhengenews) March 7, 2023
ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી દક્ષેશ મહેતાએ મંદિર પરિસરમાં મીડિયા ને જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું છે. જેમાં મોહનથાળનો વિવાદ થયો હોવાથી છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે. મોહનથાળના પ્રસાદ ને બંધ કરવાનો નિર્ણય કોના ઈશારે કરવામાં આવ્યો છે. તેવા પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યા છે
. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય તંત્ર એ મુલતવી રાખવો જ પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ હિત રક્ષા સમિતિ, ગ્રામજનો અને હિન્દુ સમાજની લાગણી જોઈને તંત્ર નિર્ણય જાહેર કરે તેવી અમારી માંગ છે. અમે એવી પણ માંગ કરીએ છીએ કે, હિન્દુ મંદિર પરથી સરકારી નિયંત્રણો દૂર થાય. જ્યારે આઠ દિવસથી માતાજીને ભોગ લગાવ્યો નથી તે પણ ગંભીર વાત છે. વર્ષોની પરંપરા તોડવામાં આવી છે. અમારી ચેતવણી આવતીકાલ સુધીની છે, નહીં તો આકરા પગલાં લઈશું અને આંદોલન કરીશું.
ભાવીકોની શ્રદ્ધા સાથે અડપલા બંધ કરો : ડો. સંજય દેસાઈ
એ જણાવ્યું હતું કે, આદિ- અનાદિ કાળથી હિન્દુ દેવી-દેવતાઓને થાળ પીરસાતો હોય છે. એવી જ રીતે જગતજનની માં અંબાને પ્રસાદ સ્વરૂપે મોહનથાળ પીરસાઇ છે. અને જે કરોડો ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આજે આખા વિશ્વમાં લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે. જે લોકો નથી આવી શકતા તેમના મિત્રો પાસે મોહનથાળનો પ્રસાદ મંગાવી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. આજે એ શ્રદ્ધાના કેન્દ્રને વ્યાપાર સાથે જોડવા માટે મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીકી ચાલુ કરવામાં આવી છે. તંત્ર શ્રદ્ધા જોડે અડપલા કરવાનું બંધ કરે અને તાત્કાલિક ચીકી બંધ કરીને મોહનથાળ નો પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, તમારે જયા કમાવું હોય ત્યાં કમાજો, પરંતુ કરોડો ભાવીકોની શ્રદ્ધા જોડે ખિલવાડ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
View this post on Instagram
પ્રસાદનો વિવાદ કર્યો
અંબાજી મંદિરમાં શ્રાવણ માસના સમય દરમિયાન ભક્તોને ફરાળી ચીકીનો પ્રસાદ મળી રહે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે પાછલા બારણે ચીકીને ઘુસાડીને મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હીલચાલ થઈ રહી હોવાની આશંકા લોકોમાં ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. અને થયું પણ એવું જ, કે મંદિરે મોહનથાળ નો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લીધો અને આ નિર્ણયની સાથે જ વિરોધનો વાવાઝોડું ફી કાયું છે. અને વિવાદ વધુ વકડ્યો છે ત્યારે આ નિર્ણય કોને લીધો તેની તંત્ર દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. મોહનથાળ ચાલુ કરવા અંગે પણ કોઈ ખાતરી અપાઈ નથી જેને લઈને માઇ ભક્તો હિન્દુ સંગઠનો માં ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત થઇ રહ્યો છે.
બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને મોહનથાળ નો પ્રસાદ રીતે ચાલુ કરવાની જોરદાર માંગ ઉઠી છે ત્યારે તંત્રએ લાખોમાએ ભક્તોની લડાઈઓને સમજી અને ધ્યાને લઈને આ નિર્ણય પરત ખેંચી મોહનથાળ નો પ્રસાદ ફરીથી શરૂ કરવાનો નિર્ણય તાત્કાલિક જાહેર કરવો જોઈએ.
આ પણ વાંચો : મોરબી બ્રિજ કેસ: ઓરેવા કંપનીના MD જયસુખભાઈ પટેલને મોટો ઝટકો, વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી