પાલનપુર : ઉદેપુર થી અમદાવાદ જતી કારમાંથી હવાલાના રૂ. 3.95 કરોડ પકડાયા


પાલનપુર : કરોડો રૂપિયાની હેરાફેરી સાથે ગુનાહિત પ્રવૃત્તિ પણ વધી રહી છે, ત્યારે રૂપિયાની હેરાફેરી કરતા ઉત્તર ગુજરાત ના બે ઈસમો સરહદીય પોલીસના હાથ પકડાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લાને અડી ને આવેલા રાજસ્થાનના સિરોહી જિલ્લાની માવલ પોલીસ ચોકી પર ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ સુરક્ષામાં વધારો કરાયો છે.
ત્યારે ઉદેપુરથી અમદાવાદ તરફ જતી એક કારને રોકાવી તલાસી લેતાં કરોડો રૂપિયા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે પોલીસે મુદ્દામાલ સાથે બન્ને ઈસમોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણના બે વ્યક્તિઓની અટકાયત, પોલીસે તપાસ હાથ ધરી
રિક્કો પોલીસ સ્ટેશન ના અધિકારી સુરેશ ચોધરી એ જણાવ્યું હતું કે, સિરોહી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ માવલ ચોકી પર આવતા જતા વાહનોની જીણવટ ભરી તલાસી લેવાઈ રહી હતી. તે દરમિયાન એક કારને રોકાવી તલાસી લેતાં તે માંથી 3 કરોડ 95 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જોકે પોલીસ ને કારમાં બેઠેલા પાટણના જીગ્નેશ તેમજ કૌશિકે સંતોષકારક જવાબ ન આપતાં બન્નેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આટલી મોટી રકમ કોની છે અને કોને પહોંચડવાની હતી તે અંગે પણ પોલીસ તપાસ કરશે.
આ પણ વાંચો : યુવા સમાજનો કર્ણધાર : ઉદય કિશોર મિશ્રા