પાલનપુર : ડીસામાં ‘હાલ ને સખી ગરબે ઘુમીએ’ ગરબાની રમઝટ જામી


- ભારત વિકાસ પરિષદ મહાયશ વિજયજી શાખા દ્વારા કરાયું હતું આયોજન
પાલનપુર : ડીસામાં અનેકવિધ સેવાકીય કાર્ય કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ મહાયશ વિજયજી શાખા દ્વારા શુભમ પાર્ટી પ્લોટમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘હાલ ને સખી ગરબે ઘુમીએ’ ગરબા કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ એ પરિવાર સાથે ભાગ લીધો હતો. જ્યારે સંસ્થાના હોદ્દેદારો પણ પરિવાર સાથે આવ્યા હતા. ગરબા કાર્યક્રમમાં આરતી બાદ ઓરકેસ્ટ્રા દ્વારા ગરબાની રમઝટ બોલાવાઈ હતી. જેમાં યુવા -યુવતીઓ અને યુગલો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબામાં ઘૂમ્યા હતા.
બે દિવસ માટે કરાયેલા આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ નવરાત્રી મહોત્સવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ ભરતભાઈ માળી, મંત્રી ડોક્ટર પ્રદ્યુમન અગ્રવાલ, ખજાનચી રમેશભાઈ શાહ, મહિલા સયોજિકા આશાબેન ઠક્કર તેમજ ડોક્ટર જગદીશભાઈ ઠક્કર સહિત તેમની કન્વીનર ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જ્યારે અલગ -અલગ દાતાઓ દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.