ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડાયરામાં કીર્તિદાન ગઢવી પર ચલણી નોટો સાથે સોના-ચાંદીના સિક્કા ઉછાળ્યાં

Text To Speech
  • જલારામબાપાના મંદિરનો ત્રી – દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પાલનપુર : પાલનપુર- ડીસા હાઇવે પર આવેલા જલારામ બાપાના મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં હરખના ડાયરામાં ભક્તોએ કલાકાર કીર્તિદાન પર નોટોની સાથે સોના-ચાંદીના સિક્કા ઉછાળવામાં આવ્યા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

પાલનપુર – ડીસા રોડ પર જલારામ બાપાનું મંદિર આવેલુ છે.જેથી જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને સમસ્ત રઘુવંશી પરીવાર દ્વારા જલારામ બાપાના મંદિર ખાતે તા. 28 થી 30 માર્ચ ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શોભાયાત્રા તેમજ રાત્રીએ હરખનો લોક ડાયરો યોજવામાં આવ્યો હતો.જેમાં લોક કલાકાર કિર્તિદાન ગઢવી પર નોટોની સાથે સોના- ચાંદીના સિક્કા ઉછાળવામાં આવ્યા હતા.લોક ડાયરામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.અને મોડી રાત સુધી ડાયરાની રમઝટ બોલાવી હતી.

આ પણ વાંચો : હિન્દુસ્તાનના રગ રગ અને કણ કણમાં ભગવાન રામ વસેલા છે : અધ્યક્ષ શંકરભાઈ ચાૈધરી

Back to top button