ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં ગૌસેવકોનું આંદોલન યથાવત , હવન કરીને કર્યો વિરોધ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા ના ડીસામાં ગૌ સેવકો છેલ્લા 4દિવસથી ધરણા કરી રહ્યા છે. તેમની માંગ છે કે, સરકારે જાહેર કરેલા રૂપિયા 500 કરોડની ગૌ સહાય ત્વરિત ચૂકવે. જેને લઇને સાધુ -સંતો અને ગૌસેવકો આકરા પાણીએ છે. અગાઉ પાંજરાપોળમાંથી 10,000 ગાયોને સરકારી કચેરીમાં છોડી મૂકવામાં આવી હતી. ત્યાર બાદ ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેથી શનિવારથી ગૌ સેવકો ધરણાં યોજીને સતત વિરોધ દર્શાવી રહ્યા છે.

ગૌ સહાય સેવકોએ સહાયના મુદ્દે મુંડન પણ કરાવ્યું હતું. તેમને જણાવ્યું હતું કે,ગાય માટે માથાના વાળ જ નહીં માથું આપી દેતા પણ ખચકાઈશુ નહી તેવો તેમને હુંકાર કર્યો હતો. સરકાર દ્વારા સહાય આપવામાં વિલંબને લઈને ગૌ સેવકોમાં અત્યારે રોષ છે. જેમાં સરકારને સદબુદ્ધિ આવે તે માટે ધરણા સ્થળે ‘હવન’ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૌ સેવકોએ માંગ કરી છે કે, સરકાર વહેલી તકે સહાય ચૂકવે નહિ તો આગામી 30 સપ્ટેમ્બર ના રોજ અંબાજી ખાતે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેઓ રજૂઆત કરવા જશે. અત્રે નોંધનીય છે કે આ ધરણા અને ગૌ આંદોલનને કિસાન સંઘ અને કરણી સેનાનું પણ સમર્થન મળ્યું છે.

આ પણ વાંચો : પાલનપુર : તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન નરેદ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન

Back to top button