પાલનપુર : ડીસા -રાધનપુર નેશનલ હાઇવે પર પુલ પર પડ્યું ગાબડું
- ભીલડી રેલવે ઓવરબ્રિજ નીચેની પ્લેટો સરકઈ જતા માટી ધસી
પાલનપુર : બનાસકાંઠામાં ડીસા -રાધનપુર નેશનલ હાઇવે પર રેલ્વે ઓવરબ્રિજમાં ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે નેશનલ હાઈવે ઓથોરિટી ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે એક તરફનો હાઇવે બંધ કરાવી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. જ્યારે અમદાવાદથી એક્સપર્ટની ટીમ આવ્યા બાદ તપાસ કરી ગાબડાનું કામકાજ શરૂ કરવામાં આવશે.
ડીસા -રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે ઓવરબ્રિજમાં આજે (શુક્રવારે) ગાબડું પડ્યું હોવાની ઘટના બની હતી. અચાનક રેલવે ઓવરબ્રીઝ માં નીચેના પીલ્લરમાંથી માટી સરકતા ગાબડું પડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. જ્યાં પ્રાથમિક તપાસ કરતા રેલવે ઓવરબ્રીઝની નીચે પ્લેટો સરકી જતા પીલ્લરમાંથી માટી નીકળવા લાગી હતી.
મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે હાઈવે ઓથોરિટી ની ટીમે તરત જ એક તરફનો હાઇવે બંધ કરાવી ડાયવર્ટ કર્યો હતો. અને આ અંગે ઉપલા અધિકારીઓને જાણ કરતા અમદાવાદથી બ્રિજ એક્સપર્ટની ટીમ આવ્યા બાદ આ ઘટનાની તપાસ કરશે, અને તપાસ કર્યા બાદ જ ગાબડું પડ્યું છે તેનુ રીપેરીંગ કામકાજ શરૂ કરવામાં આવશે તેમ હાજર અધિકારીઓએ જણાવ્યું હતું .
આ પણ વાંચો : પાલનપુર: ડીસાના ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ મામલે દૂધ મંડળી અને સખી મંડળ સામે ફરિયાદ