ઉત્તર ગુજરાતગુજરાત
પાલનપુર : કોઝી થી એરોમા સર્કલ સુધીના નડતરરૂપ દબાણ દૂર કરાયા
- માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી કાર્યવાહી
પાલનપુર : પાલનપુર શહેરના એરોમા સર્કલ થી કોઝી સુધી નો રસ્તો માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે. આ માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં દબાણ ખડકાઈ ગયા હતા. જેને લઈને રહીશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દબાણો દૂર કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી દબાણ હટાવવાની બાબતને લઈને પાલિકામાં પણ લોકો અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ આ રસ્તો પાલિકા હસ્તક આવતો ના હોવાથી પાલિકાએ માર્ગ અને મકાન વિભાગને કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જેના પગલે સોમવારના રોજ માર્ગ અને મકાન વિભાગ એ આ વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. અને ફૂટપાથ તેમજ રસ્તા ઉપરના લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કેબીનો તેમજ નાસ્તાની લારી જેવા દબાણો ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના પગલે આ વિસ્તારનો રસ્તો હવે ખુલ્લો થવા પામ્યો છે.