પાલનપુર: ડીસા જલારામ આરોગ્ય ધામમાં યોજાયો નિ:શુલ્ક આયુર્વેદિક કેમ્પ, 300 લોકોએ માલિશના ફાયદા જાણ્યા
પાલનપુર: ડીસા જલારામ મંદિર અનેકવિધ સેવાકીય કાર્યોમાં અગ્રેસર છે.જલારામ આરોગ્ય ધામ ખાતે ઇન્ટરનેશનલ મહિલા મંડળ ડીસા દ્વારા આયુર્વેદને લઈ બે દિવસ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો.આ કેમ્પમાં અંદાજે 300 થી વધુ દર્દીઓએ ભાગ લઈ આયુર્વેદ પધ્ધતિની માહિતી મેળવી વર્ષો પહેલાંની પ્રચલિત કાંસા વાટકી દ્વારા કરાતી માલિશથી થતા લાભો વિષે જાણકારી મેળવી હતી. કાંસાના મશીનથી જરૂરી માલીશ બાદ આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળને પ્રોત્સાહિત કરવા ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ પણ સાથે જોડાયું હતું તેમજ આરોગ્ય ધામ ખાતે સેવાભાવથી કેમ્પનું આયોજન કરાયું હતું.જલારામ મંદિરના ટ્રસ્ટીઓ સર્વ કનુભાઇ આચાર્ય, ભગવાનદાસ બંધુ ઉપરાંત શારદાબેન આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,તારાચંદભાઈ મજેઠીયા, આર.ડી.ઠકકર,દિલીપભાઈ રતાણી, દિનેશભાઇ ચોકસી કમલેશભાઈ રાચ્છ ,વિષ્ણુભાઈ ઠક્કર,મહેશભાઈ ઉદેચા, પીયૂષભાઈ અખાણી, યશ ઠકકર આનંદભાઈ ઠકકર વગેરેએ હાજરી આપી આ કાર્યકર્મ ને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા પૂજાબેન, બીનાબેન, જ્યોતિબેન,પિન્કીબેન, જયોતિબેન વી.,રિપલબેન, ફાલ્ગુનીબેન, ઋત્વિબેન ઠકકરે સહકાર આપી નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા. આ કાર્યક્રમમાં સુરતથી કિશન હીરાપરા, રોશનીબેન ઠકકર, મિલન પાતરા, રિદ્ધિબેન ઠકકર ગાંધીધામ સહિત સૌએ ખાસ હાજર રહી અમૂલ્ય સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આનંદભાઈ ઠકકરે કર્યું હતું.
આ પણ વાંચો :ઓસ્કાર એવોર્ડના વિજેતાની પસંદગી કેવી રીતે થાય છે? વોટિંગ ક્યારે થાય છે? વોટ કોણ આપે છે?