ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : 5 હજાર નોટબુકો વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેન્ટિંગ કરેલા ફોટાની બનાવાઈ ફ્રેમ

Text To Speech

પાલનપુર : પાલનપુર ખાતે સ્વસ્તિક શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ આત્મનિર્ભર ભારતને સમર્થન આપતા અને આગામી 30 સપ્ટેમ્બરના રોજ પ્રધાન મંત્રી મોદી બનાસકાંઠાની ધરતી ઉપર પધારી રહ્યા છે. ત્યારે 5000 નોટબુક વડે પ્રધાનમંત્રી મોદીની પેઇન્ટિંગ કરેલા ફોટાની ફ્રેમ બનાવી તેમનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સેવા સેતુ અંતર્ગત ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નિસ્વાર્થ સેવા સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોર દ્વારા કુલ 25,000 નોટબુક માંથી 5000 નોટબુકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પેન્ટિંગ કરેલા ફોટાની ફ્રેમ બનાવી હતી.

જ્યારે આત્મનિર્ભર ભારતના સ્લોગન સાથે નરેન્દ્ર મોદી ગુજરાતની ધરતી અને બનાસકાંઠાની ધરા ઉપર આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર પધારી પધારી રહ્યા છે, ત્યારે અનોખી રીતે મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ, જેસંગભાઈ ચૌધરી, રમેશભાઈ પટેલ જેવા લોકો ઉપસ્થિત રહી નીતિન ઠાકોર ની આ કામગીરીને પ્રસંશનીયન ગણવામાં આવી હતી.

મફત ટ્યુશન આપવામાં આવશે

બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરકારી શાળાઓનાં આદિવાસી વિસ્તારના મધ્યમ વર્ગના બાળકો જેમાં 10 દીકરીઓ અને 5 દીકરાઓ ગામ દીઠ નિઃસ્વાર્થ સેવા સંગઠન શિક્ષણ યાત્રા શરૂ કરી દિવસ દરમિયાન બે કલાક વિષય દરમિયાન અલગ અલગ દિવસે ટ્યુશન મફત આપવામાં આવશે. ગુજરાતની ધરતી અને બનાસની ધરા ઉપર આવેલું શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પ્રધાનમંત્રી પધારી રહ્યા છે. ત્યારે એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હોય એવું નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા પ્રધાન મંત્રીની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકોને આ નોટબુક નિશુલ્ક ભેટ આપવામાં આવશે

આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં ગૌસેવકોનું આંદોલન યથાવત , હવન કરીને કર્યો વિરોધ

Back to top button