પાલનપુર : ડીસામાં પ્રવીણ માળી જીતતા ચાર યુવાનો માનતા પૂરી કરવા સાઈકલ પર ડીસા થી દ્વારકા પહોંચ્યા


પાલનપુર : ડીસા શહેરમાં રહેતા માળી સમાજના ચાર સાહસિક યુવાનો વિક્રમભાઈ ટાંક, નિલેશ ટાંક, પરેશ સોલંકી, જગદીશ ટાંક, જેવો તા.16ડીસેમ્બર’22 ને શુક્રવારની વહેલી સવારે ડીસા થી દ્વારકા જવા ચાર વાગે પ્રસ્થાન કર્યું હતું.
આ ચારેય યુવાનો પોતાના માનીતા ઉમેદવાર પ્રવીણભાઈ માળી જંગી બહુમતીથી વિજેતા બને તે માટે તેઓએ માનતા રાખી હતી. જે માનતા પૂરી કરવા ડીસા થી સાયકલનો પ્રવાસ શરૂ કરી રાધનપુર, સામખ્યાલી થઈ ને નેશનલ હાઇવે દ્વારા ત્રણ દિવસમાં એટલે કે રવિવાર ના રોજ રાત્રે દ્વારકા પહોંચ્યા હતા.જ્યાં મંદિરમાં દર્શન કરી તેમની બાધા- માનતા પૂરી કરી હતી. આ ચારેય માળી સમાજના યુવાનોએ કુલ 528- કિલોમીટરનું અંતર ત્રણ દિવસમાં કાપી બાધા માનતા પૂરી કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો : પાલનપુર : ગોસ્વામી સમાજ ડીસા શહેર દ્વારા પ્રથમવાર ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું આયોજન