પાલનપુર : દાંતીવાડાના વાઘરોલ પાસે અકસ્માતની ઘટનામાં ચારના મોત


પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અકસ્માતનો સિલસિલો ચાલી રહ્યો છે. જેમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યાં જ શુક્રવારે સાંજે દાંતીવાડાના વાઘરોલ ગામના ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માતની ઘટના બની હતી.
બાઈક – કાર અને અન્ય વાહન વચ્ચે અકસ્માત સર્જાયો
જેમાં એક કાર – બાઈક તેમજ અન્ય કોઈ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર પિતા સાથે બાજુની સીટમાં બેઠેલી દીકરીનું પણ મોત નિપજ્યું હતું.
આમ કુલ ચાર લોકોના આ અકસ્માતની ઘટનામાં મોત નિપજયા હતા. આ ઘટનાના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. જ્યાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે અક્સ્માતના પગલે દાંતીવાડા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ કરુણ ઘટનાના પગલે મૃતકોના સગાઓમાં શોકની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો :રાજ્યસભાની કાર્યવાહી રેકોર્ડ કરનાર કોંગ્રેસના સાંસદ રજની પાટિલ બજેટ સત્ર માટે સસ્પેન્ડ