ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમવાર ડીસાના યુવકે મેળવ્યો ગોલ્ડ મેડલ

Text To Speech
  • બરોડા ખાતે સ્ટેટ લેવલની સ્પર્ધા યોજાઇ હતી

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમવાર ડીસાના યુવકે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. બરોડા ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની ત્રિદિવસીય બેડમિન્ટન સ્પર્ધામાં બેડમિન્ટન ડબલ્સમાં ડીસામાં યુવકે અનેક ખેલાડીઓને હંફાવી અવ્વલ નંબરે આવતા ગોલ્ડ મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કરાયો છે. આગામી સમયમાં આ ખેલાડી નેશનલ લેવલે ગોવા ખાતે રમવા જશે.

બેડમિન્ટન સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લામાંથી અત્યાર સુધી કોઈપણ ખેલાડી સ્ટેટ લેવલ સુધી પહોંચી શક્યો નથી, ત્યારે ડીસાના પંકજ માધવાણી નામના ખેલાડીએ અનેક ખેલાડીઓને હંફાવીને સ્ટેટ લેવલ સુધી પહોંચ્યા છે. અને વડોદરા ખાતે યોજાયેલી ત્રીદિવસિય બેડમિન્ટન સ્પર્ધામાં ડબલ્સમાં અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે.

પંકજ માધવાણીએ બેડમિન્ટન ડબલ્સમાં હરીફ ખેલાડીને 13-15, 15-9, 15-11 ના સ્કોર થી હરાવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. જેથી યોનેક્સ સનરાઈઝ ગુજરાત સ્ટેટ વેટરન્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022-23 દ્વારા ગોલ્ડ મેડલ, સર્ટીફિકેટ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.અને આગામી સમયમાં ગોવા ખાતે યોજાનાર નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં તેઓ ભાગ લેવા માટે જશે.

આ પણ વાંચો : અંબાજી : પરિક્રમા પથ પર ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ પ્રદર્શની, હજારો લોકોએ લીધા વ્યસન મુક્તિના સંકલ્પ

Back to top button