ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: શંખેશ્વરમાં જૈનમુનિની દીક્ષા તિથીએ સંસ્કાર બાલ વિદ્યાલયમાં બાળકોને ભોજન પીરસાયું

Text To Speech

પાલનપુર: શંખેશ્વર તીર્થે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા ની 17મી દીક્ષા તિથી નિમિત્તે સંસ્કાર બાલ વિદ્યાલયમાં બાળકોના ભોજન પીરસવામાં આવ્યું હતું.

જેમાં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરીવારના આયોજન દ્વારા જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ ના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકોને ભોજન કરાવવામાં આવેલ. આ ભોજન દરમ્યાન દરેક બાળકોને પુરી,શાક અને મીઠાઈ,ફરસાણ વિગેરે આપવામાં પીરસવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં કર્મ વિરાંગના જીજ્ઞાબેન શેઠે દરેક બાળકોને ખૂબ ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સુંદર રીતે ભોજન કરાવેલ.આ ભોજનના લાભાર્થી શ્રીમતિ કવિતાબેન કુલીનભાઈ દેઢિયા પરિવારના અને મૂળ કચ્છ ના ગામના અને હાલ મુંબઈ મલાડમાં રહેતા કોડાય જીત-કેવિનના પરિવારે લાભ લીધો હતો.

આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉદાર દિલે લાભ લેનાર દાતા પરીવારની ખૂબ ખૂબ અનુમોદન કરવામાં આવી હતી.

આ પણ વાંચો :પાલનપુર: ઉત્તર ગુજરાતની સૌથી વિશાળ સ્કેટિંગ સ્પર્ધા ડીસામાં યોજાઈ

Back to top button