પાલનપુર: ડીસામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયેલું છે. જેમાં શનિવારે રાત્રે અને રવિવારે મોટાભાગના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે સોમવારે વહેલી સવારે પણ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું, અને સમગ્ર વાતાવરણ ધુમ્મસભર્યું બની ગયું હતું.
હાઇવે પર વાહનચાલકોને લાઈટો ચાલુ કરવાની ફરજ પડી
ચારે તરફ ધુમ્મસભર્યા છવાયેલા વાતાવરણને લઈને હાઇવે ઉપરથી પસાર થતા વાહનચાલકોને વિઝીબીલીટી ઘટી જતા પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. કમોસમી માવઠાના કારણે અત્યારે શિયાળુ પાકોને નુકસાન થવાની ખેડૂતો ભિતી સેવી રહ્યા છે.
જ્યારે વાદળો વિખરાતા હજુ ઠંડીમાં વધારો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. જ્યારે રવિવારે લઘુતમ તાપમાન 17.00 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે સોમવારે સવારે લઘુતમ તાપમાન 13.5 ડીગ્રી નોંધાયું હતું. આમ રવિવારની સરખામણીએ સોમવારે લઘુત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો :ATS દ્વારા પેપર લીક મામલે મોટી કાર્યવાહી, 16 આરોપીઓના નામ કર્યા જાહેર