ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસામાં યોજાયો શ્રી હિંગળાજ માતાજીનો પ્રથમ પાટોત્સવ

Text To Speech

પાલનપુર: ડીસા હાઈવે પર બ્રહ્મક્ષત્રિય સમાજના કુળદેવી રાજ રાજેશ્વરી શ્રી હિંગળાજ માતાજીનું ભવ્ય મંદિર એક વર્ષ અગાઉ બનાવવામાં આવ્યું હતું. જેનો પ્રથમ પાટોત્સવ શુક્રવારે યોજાયો હતો.

આ પ્રસંગે માતાજીને અભિષેક, રુદ્રાભિષેક, માતાજીને શૃંગાર, એકચંડી યજ્ઞ, ધજા સ્વાગત અને પૂજન, ધજા રોહણ, મહા આરતી અને સંધ્યા આરતી જેવા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જ્યારે સાંજે 4:00 વાગ્યે શ્રી હિંગળાજ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં બ્રહ્મક્ષત્રિય સમાજના ભાઈ – બહેનો જોડાયા હતા. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એક વર્ષ પહેલા આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ હતી.જેમાં શંકરભાઈ ખત્રી ના પરિવારજનોનું વિશેષ યોગદાન રહ્યું હતું.

પાટોત્સવ-humdekhengenews

બ્રહ્મક્ષત્રિય સમાજના ભાઈ-બહેનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી

પાટોત્સવ-humdekhengenews

જ્યારે પ્રથમ પાટોત્સવ નિમિત્તે માતાજીના આ ભવ્ય પ્રસંગના દર્શનનો લાભ લઇ બ્રહ્મક્ષત્રિય સમાજના ભાઈ- બહેનોએ ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી મારવાડી બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી અને સિંધી ખત્રી સમાજના પરિવારજનોએ પણ માતાજીના આ ભવ્ય ઉત્સવમાં ઉમંગભેર ભાગ લીધો હતો.

આ પણ વાંચો :ઉર્ફી જાવેદે શાહરૂખ ખાનને લગ્ન માટે પ્રપોઝ કર્યું, કેમેરા સામે કહ્યું- મને તમારી બીજી પત્ની બનાવો

Back to top button