પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સના નવા વર્ષ માટે હોદ્દેદારોની કરાઈ વરણી
પાલનપુર: સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકારમિત્રોના સંગઠન “ફિલ્ડ રિપોર્ટર્સ” ની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ મોંઘજીભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખપદે પદે મહેશભાઈ પ્રજાપતિ અને મહામંત્રી પદે મુકેશભાઈ ઠાકોરની વરણી કરાઈ હતી.
ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુરની સાધારણ સભા 26મી જાન્યુઆરીએ પ્રમુખ મોંઘજીભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆત વંદેમાતરમના ગાનથી કરાઈ હતી. પ્રારંભમાં સ્વાગત પ્રવચન મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસે કર્યું હતું. પ્રમુખ મોંઘજીભાઈ ચૌધરીએ વર્ષ દરમિયાન કરેલા કાર્યોનો ચિતાર રજૂ કર્યો હતો. બાદમાં કેક કાપીને સંગઠનના 15 માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. સ્થાપનાદિનની ઉજવણી બાદ સંગઠન પર્વના કન્વિનર નરેશભાઈ ચૌહાણ દ્વારા નવા વર્ષના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
પ્રમુખપદે મહેશભાઈ પ્રજાપતિ અને મહામંત્રી પદે મુકેશભાઈ ઠાકોરની વરણી
જેમાં સર્વાનુમત્તે ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ પદે મહેશભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખપદે હરેશ જોશી અને મહામંત્રીપદે મુકેશ ઠાકોર સહિતના હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરાઈ હતી.
ટીમ ફિલ્ડ રિપોર્ટર્સ:-2023
સ્થાપક પ્રમુખ:-સંજય જોશી (નિર્માણ ન્યૂઝ ચેનલ & ગુજરાત ન્યૂઝ ચેનલ(Gtpl)/રખેવાળ)
પ્રમુખ: મહેશભાઈ પ્રજાપતિ ( ગુજરાત સમાચાર)
ઉપપ્રમુખ: હરેશભાઈ જોશી (ગાંધીનગર સમાચાર)
મહામંત્રી: મુકેશ ઠાકોર (દિવ્ય ભાસ્કર)
મંત્રી: અતુલભાઈ ત્રિવેદી (ટી.વી 9)
ખજાનચી: રાજેન્દ્રભાઈ ધારીવાલ ( રાજસ્થાન પત્રિકા)
આંતરિક ઓડિટર: ધવલભાઈ જોશી (સંદેશ ન્યૂઝ ચેનલ)
કાર્યાલય મંત્રી: નરેશભાઈ ગુપ્તા (સંદેશ દૈનિક)
કારોબારી સભ્ય:
(1) વિનોદભાઈ સુંદેશા (બી. કે. ન્યૂઝ ચેનલ)
(2) અંકિતભાઈ વ્યાસ (નવગુજરાત સમય દૈનિક)
સલાહકાર સમિતિ:
(1) નિરંજનભાઈ ઠાકર (ગુજરાત સમાચાર)
(2) અલ્કેશભાઈ રાવ (ઝી ન્યૂઝ ચેનલ)
(3) રતનભાઈ સાંગિયા (ઇન્ડિયા ટીવી/એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ)
સભ્યો:
(1)નરેશભાઈ ચૌહાણ (દિવ્ય ભાસ્કર)
(2)મોઘજીભાઈ ચૌધરી (વી ટીવી ન્યૂઝ ચેનલ)
(3)પ્રકાશભાઈ વ્યાસ(બનાસદિશા ન્યુઝ)
(4)સિતાબભાઈ કાદરી (જયહિંદ / ભારત દિશા ટાઈમ્સ)
(5)અખ્તરભાઈ ચૌહાણ (ગુજરાત ટુ-ડે)
(6)રણજીતસિંહ હડિયોલ (નવ ગુજરાત સમય દૈનિક)
(7)શૈલેષભાઈ પવાર (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા)
(8)વિશાલભાઈ ગોહિલ (બી. કે. ન્યૂઝ ચેનલ)
ની સર્વાનુમત્તે વરણી કરાઈ હતી.
આ પણ વાંચો :જાપાનમાં ‘RRR’ને મોટી સફળતા, એસએસ રાજામૌલીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી