ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ગૌ માતાના અધિકાર માટે ગાંધીનગરમાં સાધુ- સંતોના અનશન શરૂ

Text To Speech

પાલનપુર : ગાંધીનગરની ભૂમિ હવે જાણે આંદોલનની ભૂમિ બની ગઈ હોય તેમ સવાર પડે અને વધુ એક આંદોલન શરૂ થઈ જાય છે. જેને લઇને સરકાર ઉપર પણ દબાણ વધી રહ્યું છે. હવે સાધુ-સંતોએ પણ ગૌ માતાની સહાય માટે અનશન શરૂ કર્યા છે. જેમાં ગુજરાતભરના ગૌ ભક્તો જોડાયા છે. ગુજરાત રાજ્યમાં 1700 થી વધુ ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં 4.50 લાખથી વધુ ગાયોનો નિભાવ થઈ રહ્યો છે.

પાલનપુર -humdekhengenews
શ્રીરામ જયરામ જય જય રામની બોલાવી ધૂન

સરકારે રૂ.500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી

અગાઉ સરકારે ગાયોના નિભાવ માટે પાંજરાપોળ અને ગૌશાળાઓને રૂ.500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સહાય જાહેર કર્યાના છ માસ વિત્યા બાદ પણ તે ચૂકવવામાં આવી નથી. જેને લઈને ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં રોષ ફેલાયો છે. સહાય માટે વારંવાર આ અંગે રજૂઆત કરતા રહ્યા હતા. છેવટે સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ના મળતા હવે સંચાલકો રોષે ભરાયા છે.

સત્યાગ્રહ છાવણીમાં અનશન શરૂ

તબક્કાવારના કાર્યક્રમો આપ્યા પછી ગાંધીનગરમાં મંગળવારથી સેક્ટર નંબર-6 માં આવેલી સત્યાગ્રહ છાવણીમાં અનશન શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના સંતો- મહંતો અને ગૌ બજાકતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. શ્રી રામધુન બોલાવવામાં આવી રહી છે. આ અનશનમાં બનાસકાંઠા જિલ્લાના ગૌ ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. તેમાં લાખણી તાલુકાના ગેળાથી કેટલાક ગૌસેવાઓ ગાંધીનગર પહોંચ્યા છે. અને અનશનમાં જોડાયા છે. હાલમાં ગાંધીનગરમાં આંદોલનનો માહોલ છવાયેલો છે. એક આંદોલન પૂરું થાય ત્યાં જ બીજુ આંદોલન શરૂ થઈ જાય છે. સરકાર માટે આ આંદોલનનો હવે પડકારરૂપ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Back to top button