ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ઊંડા જતા ડીસાના ભૂગર્ભ જળને લઈ ખેડૂતો આત્મનિર્ભર બનશે

Text To Speech
  • ભાચળવામાં ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે ખેત તલાવડીનો શુભારંભ
  • ખેડૂતોના કુવા અને બોર, ખેત તલાવડી દ્વારા રિચાર્જ કરાશે

પાલનપુર : સાપંથકમાં ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેથી ખેડૂતોના કુવા અને બોરને ખેત તલાવડી દ્વારા રિચાર્જ કરી ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ લાવવાનું અભિયાન ડીસાના ધારાસભ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ડીસા પંથકને પાણીદાર બનાવી ખેડૂતોને પાણીને લઇ આત્મનિર્ભર બને તેવી નેમ સાથે અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

ભૂગર્ભ જળ-humdekhengenews

ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા આજે  ડીસા તાલુકાના ભાચરવા ગામના પ્રગતિશીલ ખેડૂત દેવાભાઈ ચૌધરીના ખેતરમાં ખેત તલાવડી બનાવવાના કાર્યનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ માળી જળ સ્ત્રોત ક્ષેત્રે ઊંડો અભ્યાસ ધરાવે છે.જેઓ અગાઉ પણ ડીસા તાલુકામાં અનેક ખેડૂતોને સમજાવી તેઓના ખેતરમાં ખેત તલાવડીઓ બનાવવા પ્રેરણા આપી ચૂક્યા છે. ખેડૂતો પણ તેઓના માર્ગદર્શનનું અનુશરણ કરી વધુમાં વધુ ખેત તલાવડીઓ બનાવવા પ્રેરાયા છે.

ભૂગર્ભ જળ-humdekhengenews

આગામી દિવસોમાં જે ગામોમાં ખેત તલાવડીઓ બનાવવાની છે. ત્યાં સર્વે કરીને ત્યાંના સરપંચ દ્વારા સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવશે. જેને સરકારી યોજનાઓ દ્વારા ખેત તલાવડીઓ બનાવીને ચોમાસામાં ભગવાનના પ્રસાદ સમાન મળતું પાણી નું એક એક ટીપું તેમાં સંગ્રહ થાય અને ખેડૂત પોતાના ખેતરમાં ખેતીના પાકો માટે પિયત કરીને તેનો ઉપયોગ કરી શકે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પરિણામે જળ સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. જેથી પાણીની સમસ્યામાં મહદંશે ઘટાડો થઈ શકે તેમ છે. અને કુવા તેમજ બોર રિચાર્જ કરવાથી ભુગર્ભ ના કલ જે ઉંડા ગયા છે તેવા જળસ્ત્રોત પણ ઉપર આવશે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા એલિવેટેડ બ્રિજ નીચે રોડ રીસર્ફેસિંગ અને પાર્કિંગનો પ્રશ્ન આવશે હલ

Back to top button