પાલનપુર : રોટરી ક્લબ ડિવાઈન દ્વારા આંખોની તપાસ કરાઇ


પાલનપુર : રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે અનેક પ્રોજે્કટસ કરવામાં આવે છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોની દ્દષ્ટિની તપાસનો કાર્યક્રમ ડીસાની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો.
જેમાં શહેરની જે. ડી.અજબાણી સર્વોદય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8 ના 280 વિદ્યાર્થીઓની ડૉ.ચિરાગ મોદી દ્વારા બાળકોને આંખોની તપાસ કરવામાં આવી હતી. અને બાળકોની આંખોનું તેજ વધે તે માટે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન અરુણાબેન શર્મા તેમજ ડો.વર્ષાબેન, કાંતાબેન, વીણાબેન, ફાલ્ગુનીબેન શાળાના પ્રિન્સિપાલ તેમજ શિક્ષક ગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં હોળીના તહેવાર પૂર્વે મીઠાં મધુરા હારડાઓની હારમાળા