ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ડીસાવાસીઓમાં ઉત્સાહ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે જિલ્લા કક્ષાના 74 મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી થનાર છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અહીં આવેલા ટીસીડી મેદાન ખાતે જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. આ તૈયારીઓની સંપૂર્ણ કામગીરીને જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા ચકાસવામાં આવી હતી. બીજી તરફ શહેરીજનોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

એલિવેટેડ ઓવરબ્રિજના પિલ્લરને શ્રીરામના ચિત્રથી શોભાયમાન કરાયું

પ્રજાસત્તાક પર્વ-humdekhengenews

શહેરના મુખ્ય માર્ગોને રોશનીથી શણગારી ઝગમગાવવામાં આવ્યા છે. જ્યારે શહેરના પ્રવેશ દ્વારે એલીવેટેડ ઓરબ્રિજના પિલ્લર પર ભગવાન શ્રીરામનું વિશાળ ચિત્ર તૈયાર કરી શોભાયમાન કરવામાં આવ્યું છે. અને આકર્ષક બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચરોતર પાસે તૈયાર થઈ રહેલા નવા બિલ્ડીંગ ન્યૂ કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે, તેમ મીડિયા સંયોજક રશ્મિભાઈ મંડોરા એ જણાવ્યું હતું. જ્યારે બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓ, પાલિકાઓ, સહકારી સંસ્થાઓ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

ડીસા શહેરમાં રાષ્ટ્રધ્વજ વેચતી મુસ્લિમ મહિલા

ડીસા શહેરમાં મુસ્લિમ પરિવારની એક મહિલા પોતાનું કુટુંબનું ભરણપોષણ કરવા માટે ૨૬ જાન્યુઆરીના પર્વ નિમિત્તે રસ્તા ઉપર ફરી ફરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે રાષ્ટ્રધ્વજ છાબડીમાં લઈને વેચાણ કરતી કેમેરામાં કેદ થઈ છે.

આ પણ વાંચો :રાજ કુમાર બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ, પંકજ કુમાર થશે નિવૃત

Back to top button