ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : વિધાનસભામાં ભલે હાર્યા પણ જિલ્લા તાલુકા પંચાયત કબજે કરીશું : આમ આદમી પાર્ટી

Text To Speech
  • પંચાયતની ચૂંટણીને લઇ ડીસામાં આમ આદમી પાર્ટીની યોજાઈ જિલ્લાની બેઠક

પાલનપુર : ડીસામાં આજે આમ આદમી પાર્ટી ના આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઇ હતી. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં કાર્યકરોને ચૂંટણી જીતવા માટે કામે લાગી જવા આગેવાનોએ હાકલ કરી હતી.

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ભાજપ – કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી એ પણ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આજે બનાસકાંઠાના ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આવેલ જૈન વિહારધામ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની ખાસ બેઠક યોજાઈ હતી.

જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં આગેવાનોએ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું, તેમજ અત્યારથીજ ચૂંટણીના કામે લાગી જવા માટે કાર્યકરોને હાકલ કરી હતી. આ બેઠકમાં ભેમાભાઈ ચૌધરી, ઉત્તર ગુજરાત ઝોન પ્રમુખ ડો.રમેશભાઈ પટેલ, નગરસેવક વિજયભાઈ દવે રમેશભાઈ નાભાણી આર. કે. પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : અંબાજીમાં શક્તિ પરીક્રમાને લઈ સરકારનો નિર્ણય, એસટી ભાડામાં 50% રાહત અપાશે

Back to top button