ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : કમોસમી વરસાદની આગાહીના પગલે ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોને માલ ઢાંકીને લાવવા તાકીદ

Text To Speech
  • વેપારીઓને સંગ્રહિત માલ ઢાંકવા કરાયું સૂચન

પાલનપુર :હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી 28મી જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખેડૂતોને તાકીદ કરવામાં આવી હતી. આ દરમિયાન ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી એ. એ. જોશી એ જણાવ્યું હતું કે, ડીસા માર્કેટ યાર્ડમાં કામકાજ કરતા વેપારીઓ અને માલ વેચાણ અર્થે લાવતા ખેડૂતોએ કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે લાવવામાં આવતો માલ ઢાંકીને લાવવો જરૂરી છે.

જ્યારે માર્કેટ યાર્ડમાં સંગ્રહિત કરાયેલો અને બહાર પડેલા માલને વેપારીઓ સલામત જગ્યાએ રાખવા અને ઢાંકીને રાખવા માટે પણ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે શનિવારના રોજ કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ તૈયાર થઈ ગયેલા બટાકાના પાકને જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે જો કમોસમી વરસાદ થાય તો બટાકાના પાક ને નુકશાન થવાની ભીતી વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શરુ થશે રોપ-વે, 13.80 કિમીનું અંતર 5 મીનિટમાં કપાશે

Back to top button