ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાલનપુર: દારૂના નશામાં ધુત ઇકો ચાલકે 8 લોકોને ટક્કર મારી, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

Text To Speech
  • GJ-05-RM 0983 નંબરની ઇકોએ રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
  • સ્થાનિક લોકોએ ઇકો ચાલકને મેથીપાક ચખાડ્યો
  • ત્રણ રાહદારી અને રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી

પાલનપુરમાં નશાની હાલતમાં ડ્રાઇવર બેફામ બની રહ્યાં છે. જેમાં દારૂના નશામાં ધુત ઇકો ચાલકે 8 લોકોને ટક્કર મારી છે. તેમાં ધનિયાણા ચોકડી નજીક 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં GJ-05-RM 0983 નંબરની ઇકોએ રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં રૂ.3.43 કરોડનો ખર્ચ માથે પડયો 

સ્થાનિક લોકોએ ઇકો ચાલકને મેથીપાક ચખાડ્યો

અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી ઇકો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. તેમજ ઇકો ચાલક સામે પાલનપુર પૂર્વ પોલીસમાં ફરિયાદ થઇ છે તેથી પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલો કરનાર વાહન ડીલરોને વાહનવ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી

ત્રણ રાહદારી અને રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી

ઉલ્લેખનીય છે કે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ લોકોએ ઇકો ચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. તેમજ કારમાંથી બિયરનું ટીન પણ મળી આવ્યું છે. ઇકોચાલક સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. ઘટનામાં પાલનપુર ધનિયાણા ચોકડી નજીક નશામાં ધુત ઇકો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. તેમાં ત્રણ રાહદારી અને રીક્ષામાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. રિક્ષામાં સવાર લોકો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા.

Back to top button