પાલનપુર : ડીસા ડીવાઈન રોટરી દ્વારા યોજાઈ ડ્રોઈંગ- કાર્ડ મેકિંગની હરિફાઈ
પાલનપુર : રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને રાઈસ એન્ડ શાઇન દ્વારા બે દિવસ માટે ડ્રોઈંગ કોમ્પિટિશન અને કાર્ડ મેકિંગ બનાવવાનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. અને પોતાની કલા પ્રસ્તુત કરી હતી.
આ સ્પર્ધામાં બાળકોએ પાણી બચાવો, પર્યાવરણ, સ્વચ્છતા વગેરે પર ચિત્રો બનાવ્યા હતા. અને બાળકોએ ન્યુ યર માટે સુંદર મજાના કાર્ડ પણ બનાવ્યા હતા. જેમાં વિજેતા બાળકોને ગિફ્ટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનુ મૂલ્યાંકન ચંદુભાઈ ATD દ્વારા કરવામાં આવ્યું હતી. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ.બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ પ્રોજેક્ટ ચેરમેન ગીરીજાબેન અગ્રવાલ, કવિતાબેન ઠક્કર વર્ષાબેન, કાંતાબેન, ધર્મિષ્ઠાબેન ખુશીબેન રામાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : ચાઈનીઝ દોરી વેચતાં પાલિકાની બાંધકામ સમિતિના પતિ સામે ફરિયાદ