પાલનપુર : રાજસ્થાનના આબુમાં આવેલા બ્રહ્માકુમારીઝ શાંતિવનમાં દીપાવલી પર્વનો પ્રારંભ
પાલનપુર : “ભારતીય દૈવી સંસ્કૃતિ સતયુગની યાદગાર દિપાવલી માનવ માત્રના જીવનમાં ખુશાલી શાંતિ અને સમૃદ્ધિ બક્ષે તેવી દ્રઢતા સાથે અને વૈશ્વિક શાંતિ સદભાવ પરસ્પર સ્નેહ વિશ્વ પ્રાપ્ત થાય તેવી શુભ ભાવના પાઠવી સ્નેહ સહયોગી બનવું એ જ સાચા અર્થમાં દિપાવલીનો સંદેશ છે.” તેમ આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે વિશ્વના ૫૦ દેશોથી આવેલ બ્રહ્માકુમકુમાર ભાઈ -બહેનોની ઉપસ્થિતિમાં સંસ્થાના વડા ડો. દાદી રતન મોહિનીજીએ જણાવ્યું હતું. તેમજ સર્વ સંગઠનમાં દ્રઢ પ્રતિજ્ઞા લેવડાવી હતી.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર દિપાવલી વૈશ્વિક સમારંભમાં ભારતીય સંસ્કૃતિના આ મહાપર્વમાં અધ્યાત્મ જ્ઞાન અને રાજયોગ મેડીટેશનનો સંગઠિત અભ્યાસ કરવામાં આવેલ. સમારંભમાં સ્પેન, રશિયા, ભારત, ઓસ્ટ્રેલિયાથી આવેલ કલાકારોએ દીપોત્સવની દિવ્ય નૃત્ય- સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સર્વને મંત્ર મુગ્ધ કાર્ય હતા.
દેશ-વિદેશના હજારો મહાનુભાવની ઉપસ્થિતિ સાથે દિપાવલી મહોત્સવ ઉજવાયો
બ્રહ્માકુમારીઝની સ્થાપના ૮૭ વર્ષ પહેલા ૧૯૩૬ માં દિવાળીના દિવસે નાનકડા કુમારીઓના સંગઠનથી પિતાશ્રી બ્રહ્મબાબાએ શરૂ કરેલ. જે આજે વિશ્વ કક્ષાએ ૧૪૦ દેશોમાં વટવૃક્ષ બની ફેલાયું છે. આ આ અંગે વિસ્તૃત પ્રકાશ સંસ્થાના સેક્રેટરી જનરલ નિર્વેર એ જણાવેલ કે, આ સંસ્થા મહિલા શક્તિથી ચાલતી વિશ્વની સૌથી મોટી વિદ્યાલય છે.
પાંચ દિવસીય આ મહોત્સવ નિમિત્તે હજારો દીપક રંગોળી, રોશની શાંતિવન અને જ્ઞાન સરોવર ખાતે લોકોનીઆકર્ષણનું કેન્દ્ર બનેલ છે. કોરોના બાદ આ વર્ષે માઉન્ટ આબુમાં ભારે ભીડ જામવાની હોવાથી પ્રશાસક દ્વારા સર્વ વ્યવસ્થા કરેલ છે. તમામ હોટલો ફુલ બુકિંગ થયેલ છે. બજારો-નખ્ખી લેક -પર્યટક સ્થળો-ઓમ શાંતિ ભવન-પીસ પાર્ક વગેરે જગ્યાએ આકર્ષક રોશની કરેલ છે. અહીંના વેપારીઓને ૩ વર્ષે પોતાના ધંધા સારા ચાલવાની આશા છે. દિવાળી ચોપડા પૂજન બાદ ખાસ કરીને લાભ પાંચમ સુધી અહીં ગુજરાતીઓ સૌથી મોટી સંખ્યામાં આવતા હોય છે. જેની સંપૂર્ણ તૈયારી થઈ ગયેલ છે. અને પર્યટકોને આવકારવા જાણે માઉન્ટ આબુ થનગની રહેલ છે.
આ પણ વાંચો : સુરત મનપાએ પ્રદૂષણ ઘટાડવા માટે અપનાવ્યો ગ્રીન આઈડિયા