ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બ્રહ્માકુમારીઝ રશિયન ડિવાઇન લાઇફ કલ્ચરલ ગ્રુપ દ્વારા યોજાયો દિવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

  • રાષ્ટ્રપતિ ભવનના કલ્ચર સેન્ટરમાં કરાયું હતું આયોજન
  • રશિયન કલાકારોએ ભારતીય દૈવી સંસ્કૃતિ ના દિવ્ય નૃત્ય રજૂ કર્યા

પાલનપુર : ભારતીય સનાતન દિવ્ય સંસ્કૃતિ વિશ્વભરના દેશોમાં કોઈ ન કોઈ સ્વરૂપે આજે પણ ઉપલબ્ધ છે. પછી તે મંદિર, કલા, સંસ્કૃતિ વારસામાં કે પોષકમાં હોય, દેશના અનેક રાજ્યોની સંસ્કૃતિ ના દર્શન વિદેશના કેટલાય દેશોમાં જોવા મળે છે. એટલે જ ભારતીય જ્ઞાન, યોગા, સંસ્કૃતિ તરફ વિશ્વની નજર છે. તેનો શ્રેષ્ઠ પ્રયોગ રાષ્ટ્રપતિ ભવનમાં જોવા મળ્યો હતું. જેમાં બ્રહ્માકુમારીઝ રશિયન ડિવાઇન લાઇફ કલ્ચર ગ્રુપ દ્વારા ભવ્ય એક કલાકનો દિવ્ય કાર્યક્રમ રજૂ કરાયો હતો.

બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર દેશભરના મેટ્રો સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ભારત અને રશિયાના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બને દેશોની સંસ્કૃતિના આદાન પ્રદાન માટે અનેક કાર્યક્રમ થયા છે, પરંતુ વિદેશી કલાકારો ભારતીય સંસ્કૃતિને રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ ની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રજૂ કરે જે ગૌરવની વાત કહેવાય.


કલ્ચર સેન્ટરમાં યોજાયેલ ભવ્ય દિવ્ય કાર્યક્રમની શરૂઆતમાં હિન્દી રાષ્ટ્રીય જ્ઞાન રશિયન કલાકારોએ ગાઇને સર્વને મંત્ર મુગ્ધ કર્યા હતા.ત્યારબાદ દેશભક્તિના ગીતો ગાઈને તથા ભારતીય કલાસીકલ સંગીત પર દૈવી પોશાકમાં દિવ્ય નૃત્ય કરેલ. જેમાં ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિના દર્શન થયેલા. સૌથી મહત્વની વાત એ છે કે રશિયા બ્રહ્માકુમારીઝ સેન્ટરોના ડાયરેક્ટર બ્રહ્માકુમારી સંતોષ દીદી એ દસ મિનિટ વિશ્વ શાંતિ, સદભાવ અને એક વિશ્વ એક પરિવારની ભાવનાને સાકાર કરાવવા સામૂહિક રાજયોગા અભ્યાસ કરાવેલ. જેને સોશિયલ મીડિયા દ્વારા વિશ્વના 140 દેશોમાં પ્રસારિત કરાયો હતો. અને કરોડો લોકોએ નિહાળી ભારતીય દિવ્યતા, પવિત્રતા, ઈશ્વરીય જ્ઞાન, રાજ યોગા અને શ્રેષ્ઠ સંસ્કૃતિના દર્શન કરેલા.

આ ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુએ સર્વ કલાકારો ને મળી પોતાની શુભકામના પાઠવી હતી. તથા રશિયાના બ્રહ્માકુમારીઝ ના મુખ્ય ડાયરેક્ટર ચક્રધારી દીદી, દિલ્હીના આશા દાદીજી વગેરે એ રાષ્ટ્રપતિ સાથે બેસી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળેલ. બ્રહ્માકુમારીઝ ના વૈશ્વિક અધ્યાત્મ સશક્તિકરણની સેવાનું પરિણામ નિહાળી સૌ કોઈએ ભારતના વિશ્વ ગુરુ બનવાની ભાવના ને સાકાર થતી નિહાળી હતી.

આ પણ વાંચો : ડૉ.અતુલ ચગ આત્મહત્યા કેસ : રાજેશ ચુડાસમાએ પ્રથમ વખત તોડ્યું મૌન, કહ્યું…

Back to top button