પાલનપુર : અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ
પાલનપુર : શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માઈભક્તોની માગ સ્વીકારી લેવામાં આવ્યા બાદ આજે શુક્રવારથી માં અંબાના મંદિર પરિસરમાં આવેલા પ્રસાદ કેન્દ્રો પરથી મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.જેને લઇને માઇભકતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. રાજ્ય સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ સાથેની બેઠક બાદ મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાની જાહેરાત કરવા આવી હતી.
View this post on Instagram
ત્યાર બાદ રાતથી જ મંદિરની ગાદીમાં મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જ્યારે મોહની કેટરરર્સને પણ પ્રસાદના 10 ઘાણ બનાવવાનો મંદિરે ઓર્ડર આપી દીધો હતો. જે તૈયાર થતા આજે સવારે મોહનથાળનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવાની કામગીરી શરૂ કરવા આવી હતી. અંબાજી મંદિરમાં મોહનથાળ શરૂ કરવામાં આવતા દર્શનાર્થીઓ ખુશીની લાગણી પ્રસરી હતી. મોહનથાળ પ્રસાદ માટે બનાસ ડેરીનું ઘી, અમુલ દૂધ, ખાંડ અને બેસણનું મિશ્રણ કરી વર્ષોથી મોહનથાળ બનાવવામાં આવે છે. હવે જેમજેમ મોહનથાળ મ પ્રસાદનું વિતરણ થતું રહેશે તેમ બનાવવાની પ્રકિયા ચાલુ રહેશે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી ? ફેક્ટ ફાઇન્ડિંગ કમિટિનો રિપોર્ટ તૈયાર, આ કારણો આવ્યા સામે !