પાલનપુર : ડીસામાં ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું ધાબળા વિતરણ


પાલનપુર : ડીસામાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની વ્હારે ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું છે અને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે સ્વેટર અને ગરમ ધાબળાનું વિતરણ કરાયું છે. શિયાળો હવે બરાબર જામી રહ્યો છે અને ઠંડીએ પણ હવે તેનો કહેર વર્તાવાનું શરૂ કર્યું છે, ત્યારે રાત્રી દરમિયાન કડકડતી ઠંડીમાં ગરીબ અને જરૂરિયાત લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમ ધાબળા અને સ્વેટરનું વિતરણ કરાયું હતું.
રાત્રીના સમયે ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશિષ શાહ સહિત સેવાભાવી કાર્યકર્તાઓ ગરમ કપડાં લઈને નીકળ્યા હતા અને હાઇવે પર ઠંડી માં હેરાન થઈ રહેલા ગરીબ લોકો ને ધાબળા અને સ્વેટર, ટોપી, સ્કાફ, મોજા સહિતના ગરમ વસ્ત્રો અર્પણ કરી વસ્ત્રદાન કર્યું હતું. સાથે જ ડીસા શહેરમાં જ્યાં પણ ઠંડીમાં ગરીબ લોકો હેરાન થઈ રહ્યા હોય તેવા જરૂરિયાતમંદો ને સેવાભાવી લોકો દ્વારા સહાય આપવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : પાલનપુરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો