ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: જી. ડી. મોદી કોલેજના NSS ના સ્વયં સેવકોએ લીધી NDRF ની તાલીમ

Text To Speech

પાલનપુર : ભારત સરકારના યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર ,પાલનપુર અને NDRF કાર્યાલય કમાન્ડેટ -6 બટાલિયન દ્વારા વડોદરા જિલ્લાના જરોદ ખાતે 6 દિવસની ડિઝાસ્ટર મૅનેજમેન્ટની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી. ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાંથી એન.એસ.એસ ના સ્વયંસેવક 30 ભાઈ બહેનોને મોકલવામાં આવ્યા હતા.

NSS-humdekhengenews

પાલનપુર જી. ડી. મોદી કોલેજના આચાર્ય ડૉ.એસ .જી. ચૌહાણ તથા પ્રોગ્રામ ઓફિસર ડૉ. મનીષભાઈ તથા ડૉ.ભારતીબેન સાથે સંકલન કરી તારીખ ૫ ડિસેમ્બર ના રોજ નહેરુ યુવા કેન્દ્રના ટ્રેનિંગ ઓફ ટ્રેનર અમીચંદભાઈ તથા રમેશભાઈએ કોલેજમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન આપી એમાંથી 10 બહેનો અને 20 ભાઈઓ મળી કુલ 30 વિદ્યાર્થીઓની તાલીમ માટે પસંદગી કરી હતી.

NSS-humdekhengenews

તારીખ 5 ડિસેમ્બર થી તા.11 ડિસેમ્બર દરમિયાન જરોદ મુકામે NDRF ના જવાનો દ્વારા પસંદગી પામેલ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આપત્તિ નિવારણ અને વ્યવસ્થાપનની તાલીમ સફળતાપૂર્વક લીધી હતી. આ તાલીમમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને આવવા જવાનું ભાડું, રહેવા જમવાની અને પ્રમાણપત્ર આપવાની સંપૂર્ણ વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ NDRF તરફથી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સ્વસ્તિક મહિલા કોલેજમાં કરાઈ ‘ભારતીય ભાષા દિવસ’ ની ઉજવણી

Back to top button