પાલનપુર : રામજી મંદિર પાસે મકાનની ખુલ્લી જમીનમાં લઘુમતી કોમને દુકાનો આપવાની હિલચાલથી નારજગી
- મંદિરના મહંત અને વેપારીઓમાં નારાજગી સાથે રોષ
- જિલ્લા કલેકટર કચેરીએ લેખિતમાં કરાઈ રજૂઆત
પાલનપુર : પાલનપુર શહેરમાં કોટ વિસ્તારમાં પથ્થર આવેલા રામજી મંદિર નજીક ગુપ્તા ગલીના નાકે એક બંગલાના માલિકે પોતાનું મકાન જમીનદોસ્ત કરી કામગીરી શરૂ કરી હતી. અને લઘુમતી કોમના લોકોને દુકાનો આપવાની હિલચાલની શંકાઓને લઈને મંદિરના મહંત સહિત આ વિસ્તારના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે મંદિરના મહંત સહિત વેપારીઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે.
પાલનપુર કોટ વિસ્તાર પથ્થર સડકના રામજી મંદિર નજીક આવેલી ગુપ્તા ગલીમાં નાકે યોગેશકુમાર આનંદલાલ મહેતાનું મકાન આવેલું છે. આ જર્જરીત મકાનને છેલ્લા કેટલાક દિવસોથી તોડી જમીન સમતળ કરવાની કામગીરી ચાલી રહી છે. જેની નજીકમાં રામજી મંદિર પણ આવેલું છે આ મંદિરના મહંત શ્રી 1008રાધવચંદ્ર દાસજીએ જણાવેલ કે, વર્ષો અગાઉ આ વિસ્તારમાં અનેક હિન્દુઓની ધાર્મિક શોભા યાત્રાઓ વખતે કોમી તોફાનો અને તોડફોડ, લુટફાટની ઘટનાઓ બની ચૂકી છે. જ્યારે મકાન માલિક જમીનદોસ્તની કામગીરી કરી આડેધેડ દીવાલો ઉતારી રહ્યા છે. જેને લઈને રસ્તે જતા રાહદારીઓને ભય સતાવતો રહે છે. તે ઉપરાંત મંદિરની દિવાલ આવેલી છે. તેને પણ નુકસાન થવાની ભીતિ છે. કોઈપણ જાતના પ્રોટક્શન કર્યા સિવાય આડેધડ કામગીરી ચાલે છે.
જાણવા મળ્યા પ્રમાણે આ વિસ્તાર બી – ફોરમાં હોવાનું પણ વેપારીઓએ જણાવ્યું હતું. જેથી ભવિષ્યમાં લઘુમતી કોમના લોકોને દુકાનો વેચાણ થાય તો ભવિષ્યમાં વાતાવરણ ડોહલાય તેવી શંકા છે. જેને ધ્યાનમાં લઇ જિલ્લા કલેકટર તેમજ નગરપાલિકા સહિત અનેક કચેરીઓમાં લેખિત રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : પાલનપુર : રાજુલાના સોની પરિવારે માં અંબાને રૂ. એક લાખનું છત્ર કર્યું અર્પણ