ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : કુરિવાજો બંધ કરવા બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકમાં ચર્ચા

Text To Speech

પાલનપુર : ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ના ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ હતી.જેમાં ઠાકોર સમાજ આગેવાનોએ ઉપસ્થિત રહી સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી.

ડીસામાં ઠાકોર સમાજ છાત્રાલય ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ યોજાઈ હતી. જેમાં તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને નવીન ગામ સમિતિ ની રચના કરવા અને સંગઠન વધુ મજબૂત કરવા કાર્યકરોને સૂચના આપવામાં આવી હતી.

ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજ ના લોકોને જાગૃત કરવા માટે એક બીજાને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેના વિશે પણ ચર્ચા વિચારણા કરાઇ હતી. સમાજમાં ચાલી આવતા વર્ષો જુના કુરિવાજો બંધ કરી સમાજના યુવાનો ધંધા – રોજગાર માં કેવી રીતે આગળ વધે તેના વિશે પરામર્શ કર્યો હતો.

આ બેઠકમાં ડીસા તાલુકાના તમામ ગામમાં ક્ષત્રિય ઠાકોર સેનાની ગામ સમિતિઓ બનાવવા સૂચના આપી સમાજના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે એકબીજાએ વિચારો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો :  પાલનપુર : ‘રાઈટ ટુ હેલ્થ’ બિલ સામે ડીસાના તબીબો નો વિરોધ

Back to top button