ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાની સદરપુર પ્રાથમિક શાળાના બાળકોને વ્યસનથી દૂર રહેવા સંકલ્પ લેવડાવાયા

Text To Speech
  • પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબનું શાળામાં યોજાયું પ્રવચન

પાલનપુર : ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળામાં શાળાના વિદ્યાર્થીઓ નાનપણથી જ સંસ્કારી બને અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવનમાં સંસ્કારોનું ધડતર કરે અને આગળ વધે તે માટે આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવિર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાજરક્ષિત વિજયજી મહારાજ સાહેબ દ્વારા સદરપુર ગામની સદરપુર પ્રાથમિક શાળામાં રોકાણ કરી તમામ વિદ્યાર્થીઓને બોધ પ્રવચન આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થી જીવનમાં પાળવા જેવા 16 નિયમોનું ભવ્ય માનવ કાર્ડ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીકાળથી જ તેમનામાં સંસ્કારોનું સિંચન થાય.

આ ઉપરાંત સાથોસાથ વ્યસનના સામાજિક દૂષણોથી તેમને જીવનમાં શું અસર થાય તે વિશે જાણકારી આપી વ્યસનથી દૂર રહેવાનો દરેક વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. તેમને બનાસકાંઠા જિલ્લાને સંસ્કારકાંઠા બનાવવા તથા દરેક શાળાને સંસ્કાર શાળા બનાવવા માટેના પોતાના આયોજનની વાત કરી હતી. જેનો લાભ શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ લીધો હતો. શાળાના શિક્ષક રાહુલકુમાર મોદી દ્વારા સમસ્ત શાળા પરિવાર દ્વારા તેમનું શાબ્દિક સ્વાગત તથા વિદ્યાર્થીઓને સરસ પ્રવચન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : પાલનપુર : ધાનેરાના જડીયા ગામના યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

Back to top button