પાલનપુર : ડીસાની નવજીવન બી.એડ્. કોલેજ ખાતે અંગદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું કરાયું આયોજન


પાલનપુર : અંગદાન એ જ મહાદાનના મંત્રને વરેલી સંસ્થા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને અંગદાનના પ્રેરક દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી સમગ્ર ભારતમાં અંગદાન અંગે જાગૃતિ આવેલ છે. ડિસાની નવજીવન કોલેજ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને મળી રહે તે માટેના પ્રયાસો કરે છે. ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ્. કોલેજ ખાતે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સિનિયર પત્રકાર પંકજભાઈ સોનેજી અને ટ્રસ્ટી બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને અંગદાન અંગે જાગૃત કર્યા હતા.

તાલીમાર્થીઓએ અંગદાન જાગૃતિ લાવવા માટે શપથ લીધા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. અમિતકુમાર સોલંકીએ કર્યું હતું. અને આભારવિધિ પ્રિન્સિપાલ ડૉ. સોનલબેન પ્રજાપતિએ કરી હતી. આ પ્રસંગે બી.એડ્. કોલેજના અધ્યાપકો નિરવભાઈ પરમાર, જયેશભાઈ ઠક્કર, અમિતભાઈ ઠાકર, રમેશભાઈ પટેલ, બીનાબેન પટેલ, લાઇબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનિલભાઈ પટેલ અને અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : કંથેરીયા હનુમાન-વડલીવાળા પરાના ભંગાર રોડથી પ્રજા ત્રાહિમામ