ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને દંડવવાની જગ્યાએ ફૂલ આપ્યા

Text To Speech
  • તેત્રીસ મા માર્ગ સલામતી સપ્તાહની કરાઈ ઉજવણી

પાલનપુર : રાજ્યમાં 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડીસામાં પણ ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી હતી. આજના દિવસે પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને દંડવવાની જગ્યાએ ફુલ આપી ટ્રાફિક નિયમો જાળવવા જાળવી સલામતી રાખવા જણાવ્યું હતું. ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા એરપોર્ટ ચાર રસ્તા પર 33 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસ-humdekhengenews

ડીસા શહેર ટ્રાફિક પીએસઆઇ જે. જી. સોલંકી, હેડ કોન્સ્ટેબલ કેવળભાઈ, ટ્રાફિક કોન્સ્ટેબલ દિલીપભાઈ, વિરસંગભાઈ, સાગરભાઇ, દિનેશભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ વાહન ચાલકોને ઊભા રાખી ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમો જાળવવા અપીલ કરી હતી.

 

ટ્રાફિક પોલીસ-humdekhengenews

આજના દિવસે પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરેલ વાહનચાલકોને પણ દંડ કરવાની જગ્યાએ ફુલ આપી સ્વાગત કરી તેમને પણ ભવિષ્યમાં વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની અને સામેવાળાની સલામતીનો ખ્યાલ રાખવા જણાવ્યું હતુ.પોલીસે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ તેમજ કારચાલકોને સીટબેલ્ટ અવશ્ય પહેરવા અપીલ કરી હતી. આ ઉપરાંત પોલીસે લોડીંગ વાહનો પાછળ રિફ્લેકટર તેમજ રેડિયમ પટ્ટી લગાવી હતી.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના વાહરા ગામે દૂધ ઢોળાઈ જવાના મામલે યુવકની હત્યા

Back to top button