ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા SCW હાઈસ્કુલમાં યોજાયો ગ્રાહક જાગૃતિ સેમિનાર

પાલનપુર: ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નામના ધરાવતી જાણીતી ગ્રાહક હિત હક રક્ષક સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ સમગ્ર જિલ્લા માં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે ગ્રાહક સપ્તાહ ની ઉજવણી ઠેર ઠેર સેમિનાર, પરિસંવાદ, રેલી, નિબંધ પ્રતિયોગિતા, શિબિર, ગ્રામ સભા નું આયોજન કરી રહી છે. જેમાં ડીસા એસ.સી.ડબલ્યુ હાઈસ્કુલ ખાતે સેમીનાર યોજાયો હતો.

રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે ડીસા જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળનું આયોજન

આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર અને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ કિશોર દવે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા એ સંસ્થા પરિચય આપ્યો હતો. તદુપરાંત જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે એ પોતાની આગવી શૈલીમાં ગ્રાહક કોને કહેવાય, ગ્રાહકો ના અધિકારો, ગ્રાહક ની ફરજો વિશે ગ્રાહક વર્ગ ને માહિતગાર કર્યા હતા.

દવે એ જણાવ્યું હતું કે, ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ને રદ્દ કરી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અમલમાં લાવી ગ્રાહકોને સશક્ત બનાવેલ છે. નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં નવી જોગવાઈઓનો સમાવેશ કર્યો છે. જેમ કે, હવે જો કોઈ વેપારી બિલ ના આપે તો તે અનૈતિક વેપાર પદ્ધતિ કહેવાશે, ગ્રાહક જ્યાં રહેતો હોય તે વિસ્તારમાં જ ગ્રાહક ફરિયાદ કરી શકે છે, ઇ -કોમર્સ નો સમાવેશ ગ્રાહક સુરક્ષા કાયદામાં કર્યો છે, જેવી મહત્વની બાબતોથી ગ્રાહકો ને માહિતગાર કર્યા હતા.

ગ્રાહક જાગૃતિ સેમિનાર-humdekhengenews

વધુમાં કિશોર દવે એ જણાવ્યું હતું કે ન્યાય મેળવવા માટે ગ્રાહકોને જાગૃત થવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની શરમ કર્યા વગર ગ્રાહકોને છેતરતા વેપારી, કંપની વિરૂદ્ધ ફરિયાદ કરશે તો ગ્રાહકને નિશ્ચિત ન્યાય મળશે. જો ગ્રાહક તેની સામે થતી છેતરપિંડીની ફરિયાદ નહીં કરે તો તેને ન્યાય નહિ મળે. એટલે જાગૃત થઈને ન્યાય મેળવવા કિશોર દવે એ ગ્રાહક વર્ગ ને આહ્વાન કર્યું હતું.

ગ્રાહક જાગૃતિ સેમિનાર-humdekhengenews

આ કાર્યક્રમમાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા, કાર્યકર્તા રામભાઈ સૈની, હિતેશ સોનગરા, પ્રહલાદ ઠક્કર, શાળાના શિક્ષકગણ જે.આઇ. પ્રજાપતિ, ડી.વી. પરમાર, એમ.વી. વ્યાસ, જી. બી. ઠાકરડા, પી.એમ. જોશી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :ઓખાના દરિયામાંથી ડ્રગ્સ અને હથિયાર સાથે ઝડપાયેલ પાકિસ્તાની બોટ મામલે DGP આશિષ ભાટીયાએ આપ્યું મોટુ નિવેદન

Back to top button