પાલનપુર: ડીસાના ધારાસભ્ય ડાયરામાં કરતાલ લઈ ભક્તો સાથે નાચ્યા


પાલનપુર: ડીસા તાલુકાના માલગઢ ગામે મામાજીના ધામમાં 12 મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય પ્રવિણ માળી ભક્તિ ના રંગે રંગાયા હતા, અને ડાયરામાં કરતાલ સાથે ભક્તો સાથે નાચ્યા હતા.
ડીસા તાલુકાના મામાનગર ખાતે મામાજી ના ધામમાં 12 માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી. જે પ્રસંગે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં નામી -અનામી કલાકારો દ્વારા રંગત જમાવવામાં આવી હતી.
પાલનપુર: ડીસા તાલુકાના માલગઢ ગામે 12 મા વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં ધારાસભ્ય પ્રવિણ માળી ભક્તિ ના રંગે રંગાયા…#pravinmali #palanpur #palanpurupdate #mlagujarat #deesa #lokdayro #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/OjjBT1J5iL
— Hum Dekhenge News (@humdekhengenews) January 7, 2023
જેમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ પહોંચ્યા હતા અને ભક્તિમય માહોલમાં ધારાસભ્ય પણ ભક્તિના રંગે રંગાયા હતા. ધારાસભ્ય પ્રવિણ માળી હાથમાં કરતાલ લઈને ભક્તો સાથે નાચવા લાગ્યા હતતા. ડાયરામાં આજુબાજુના ગામોમાંથી પણ હજારોની સંખ્યામાં લોકો ડાયરો નિહાળવા પહોંચી હતી. અને મોડી રાત સુધી લોકોએ ડાયરાની રમઝટ માણી હતી.
આ પણ વાંચો :પાલનપુર : પઠાણી વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરાશે