પાલનપુર : ડીસા ચૌધરી સમાજનો યોજાયો વાર્ષિક સ્નેહમિલન સમારોહ, સિધ્ધિ મેળવનારનું કરાયું સન્માન
- પ્રમુખ આનંદભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ગણેશભાઈ પટેલ ની નિમણુંક
- મહિલા ટીમના કન્વિનર રીટાબેન પટેલ
પાલનપુર : ડીસા શહેર ચૌધરી (આંજણા) સમાજનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ સ્પાર્કલિંગ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યોહતો. જેમાં પ્રમુખ દ્વારા વર્ષ દરમિયાન થયેલા કાર્યક્રમોની માહિતી આપવામાંઆવી સાથે, મંત્રી દ્વારા વાર્ષિક હિસાબ રજુ કરવામાં આવ્યા હતા.જ્યારે વક્તા એમ. એન. પટેલ દ્વારા સમાજના યુવાનો માટે ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો રીટાબેન પટેલ દ્વારા .“મહિલા સંમેલન” ના આયોજન અને સ્તન કેન્સર ( Breast cancer ) વિષે માહિતી આપવામાં આવી હતી. જ્યારે સમાજના તેજસ્વી તારલાઓ કે જેમને અભ્યાસમાં અને રાજ્યકક્ષાએ તેમજ નેશનલકક્ષાએ વિવિધ સિદ્ધિઓ મેળવનારને સમાજના આગેવાનો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જેમાં ડો. રીટાબેન ની દિકરી ડો.રુત્વી નું પણ SOLA GMERS Med College ,Ahmedabad માંથી 1st ક્લાસ સાથે MBBS પાસ કરી ડોકટર બનવા બદલ સન્માન કરવામાં આવ્યુ હતું.કાર્યક્રમ માં પધારેલ દાતાઓનું પણ સાલ અને પુષ્પગુચ્છથી સન્માનવામાં આવ્યા હતા. જ્યારે ડીસા શહેર ચૌધરી સમાજ ના નવા પ્રમુખ તરીકે આનંદભાઈ હરજીભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ ગણેશભાઈ કલાભાઈ પટેલની વરણી કરવામાં આવી આવી હતી. મહિલા ટીમ’ના કન્વિનર તરીકે ડો. રીટાબેન ને સમાજની બહેનોની જવાબદારી સોંપવામાં આવી હતી. ભોજનનું આયોજન અને વ્યવસ્થા પ્રમુખ ભાનુભાઈ અને કારોબારી દ્વારા કરવામાં આવ્યું હતું. અને સ્ટેજ સંચાલન હરજીભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પાલનપુર : મહિલા સશક્તિકરણ અંગે પાલનપુર કોલેજમાં યોજાયું વ્યાખ્યાન