પાલનપુર : ડીસાના ઉદ્યોગપતિની “જીતો” આંતરરાષ્ટ્રીય સંસ્થામાં ડાયરેક્ટર તરીકે વરણી
પાલનપુર : વિશ્વ પ્રસિદ્ધ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈજેસન “જીતો” એક અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગઠન છે. જે શૈક્ષણિક,સામાજિક, આધ્યાત્મિક તેમજ વિશ્વકલ્યાણ અંગેની વિવિધ પ્રવૃતિઓમાં અગ્રેસર છે. દુનિયાના નામી વ્યવસાયકારો, ઉધોગપતિઓ અને બુદ્ધિજીવીઓ આ સંસ્થા સાથે સંકળાયેલા છે. જેમાં ડીસાના વતની અશેષ દોશીની વિશિષ્ઠ કાર્યકુશળતાને લઇ સંસ્થાએ તેમને ડાયરેકરના મહત્વના પદ પર નિયુક્ત કર્યા છે . આમ વતન બનાસકાંઠાનું ગૌરવ તેમણે વધાર્યું છે. તેઓ મુળ ડીસાના રાજકીય, સામાજિક આગેવાન સ્વ.નાનુભાઈ દોશીના પુત્ર હોવાના નાતે નેતૃત્વ અને સેવાના સંસ્કારો વારસામાં મેળવી ઘણા સંગઠનોમાં યોગદાન આપી રહ્યાં છે. હાલ સુરત ખાતે ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી વિવિધ સંસ્થાઓમાં દાયિત્વ નિભાવી રહેલાં તેઓએ બનાસકાંઠા અને વિશેષપણે ડીસાનું ગૌરવ વધાર્યું છે.
સુરત ડાયમંડ બુર્સ ના વાઇસ ચેરમેન તરીકે આપી રહ્યા છે સેવા
સુરત ખાતે નિર્માણ પામેલ વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ સંકુલ સુરત ડાયમંડ બુર્સ ના વાઇસ ચેરમેન તરીકે પણ તેઓ પ્રશસ્યસેવાઓ આપી રહ્યા છે. આ વિરાટ પ્રોજેક્ટના નિર્માણમાં તેઓનું યોગદાન અનન્ય રહ્યું છે. તદુપરાંત જૈન સંપ્રદાયનો એક પણ પરિવાર ઘર વિહોણો ન રહે તેવા શુભ આશયથી “જીતો” દ્વારા સૂચિત પ્રોજેક્ટ સંપૂર્ણ આધુનિક સુવિધાયુક્ત વિરાટ આવાસ યોજનામાં 1008 મકાનો નિર્માણ પામનાર છે. તેના આયોજન અને સંચાલનમાં તેઓ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.