પાલનપુર : આબુરોડમાં ડીસાના પરિવાર પર હુમલો કરી ચલાવાઇ લૂંટ
પાલનપુર : ડીસાનો ઠક્કર પરિવાર ધૂળેટીના દિવસે પોતાના પરિવાર સાથે ફાર્મ હાઉસ પર જઈ રહ્યા હતા. દરમિયાન આ પરિવાર પર 10 જેટલા લોકોના ટોળાએ ધારીયા અને ધોકા વડે હુમલો કરી પતિ પત્નીને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી ઇજાગ્રસ્ત થયેલાને આબુરોડ નજીકના દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ગાડીને તોડફોડ કરી ભારે નુકશાન પહોંચાડવા આવ્યું હતું. અને દાગીના,મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી.
આ ઘટના બાદ હુમલાખોર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ લૂંટની ઘટના બાદ પરિવારે આબુરોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જયેશકુમાર ઠક્કરની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ 341,392 અને 34 મુજબની ફરિયાદ નોંધી હતી. તેમજ ધોરણસરની ફરરિયાદ નોંધાયા બાદ મહિલા કોન્સ્ટેબલ વિનોદ લાંબા આ લૂંટની ઘટનાની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : પાલનપુર : અંબાજી મંદિરમાં વિવિધ એસોસિએશન નિભાવે છે મોહનથાળના પ્રસાદની જવાબદારી