ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાની SCW હાઇસ્કુલનું નામ બદલી વીર સ્વાતંત્ર્ય સેનાનીનું નામ આપવા માંગ

Text To Speech
  • અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ધારાસભ્યને કરી રજૂઆત

પાલનપુર : બનાસકાંઠાના ડીસામાં અંગ્રેજોના સમયમાં બનેલી સર ચાર્લ્સ વોટસન હાઇસ્કુલનું નામ બદલવાની માંગ ઉઠી છે. અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમે ધારાસભ્યને લેખિત રજૂઆત કરી શાળાનું નામ બદલી વીર સ્વતંત્ર સેનાની ના નામ પર રાખવા માટેની માંગ કરી હતી.

ભારત દેશ પર અનેક વિધર્મી શાસકોએ રાજ કર્યું છે અને તેમના નામ પરથી અનેક કિલ્લાઓ, માર્ગ, બાગ-બગીચા અને શાળાઓ સહિતના નામકરણ કરવામાં આવેલા છે. ત્યારે ડીસામાં પર અંગ્રેજોના સમયમાં બનેલી એસ.સી.ડબ્લ્યુ. એટલે સર ચાર્લ્સ વોટસન હાઇસ્કુલ આવેલી છે. જેનું નામ બદલવાની હવે માંગ ઉઠી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મળી લેખીત રજૂઆત કરી હતી. અને એસ સી ડબલ્યુ હાઇસ્કુલના નામને બદલે વીર સ્વાતંત્ર સેનાનીના નામ પર રાખવા માટેની માંગ કરી છે.

પાલનપુર-humdekhengenews

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના નગર સહમંત્રી અક્ષય શર્માએ જણાવવાનું કે, ડીસામાં S.C.W. સ્કુલ જેનુ નામ અંગ્રેજ અધિકારી પર રાખેલ છે. જેમણે આપણા પર 200 વર્ષ રાજ કર્યું હતું, અને આપણા પર ખુબ જ જુલ્મો કર્યા હતા. આપણે ગુલામી નહિ પરંતુ ગૌરવનું પ્રતિક જોઈએ છે. તેથી આ સ્કુલનું નામ ત્વરિત ધોરણે બદલી આપણા વીર સ્વતંત્ર સેનાનીનું નામ પરથી આપવું જોઈએ. જૂન 2022 માં આવેદન પત્ર આપ્યું હોવા છતાં આટલા મહિનાઓથી નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજે ધારાસભ્ય ને મળી રજુઆત કરી છે. તેમજ આગામી ૧૫ દિવસમાં નામ બદલવામાં નહિ આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.

આ પણ વાંચો : ટ્રાફિકના નિયમોનું પાલન કરજો નહીં તો અમદાવાદ ટ્રાફિક પોલીસ…..

Back to top button