ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા થી ગેળા પગપાળા સંઘનું પ્રસ્થાન

Text To Speech

પાલનપુર: શ્રી કષ્ટભંજન દેવ યુવક મિત્ર મંડળ ડીસા દ્વારા ડીસા થી ગેળા પગપાળા સંઘનું શનિવારના રોજ વહેલી સવારે 4:30 કલાકે ખોડીયાર પાર્લર પાસે આવેલ સતિષભાઈ પટેલ સંડેરીવાળાના નિવાસ્થાનેથી સંઘે પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. આ સંઘમાં ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શ્રી ગેળા હનુમાનજી મંદિરે દર્શન કરવા પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું.

લાખણી તાલુકામાં આવેલાં શ્રી હનુમાન મંદિર માં દર શનિવારે ભક્તોની ભારે ભીડ જામે છે. અહીંયા દર્શન માટે આવતા ભક્તો હનુમાનજીને આખું શ્રીફળ ચઢાવે છે. વર્ષોથી આખો શ્રીફળ ચઢાવવાની પરંપરા ચાલી રહી છે જેને લઈને મંદિરના પાછળના ભાગે શ્રીફળનો મોટો ઢગલો જોવા મળે છે. દૂર દૂરથી લોકો કષ્ટભંજન હનુમાનના દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો :હોકી વર્લ્ડ કપ 2023: ભારતીય ટીમને મોટો ફટકો, મિડફિલ્ડર હાર્દિક સિંહ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર

Back to top button