પાલનપુર : ડીસા નજીકના ભાખર બસ સ્ટેશન ઉપર અકસ્માત રોકવા બમ્પ મુકવા માંગ
- ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ કાર્યપાલક ઈજનેર ને રજૂઆત કરી
- એક સપ્તાહ અગાઉ જ ભાખર ગામના બે આશાસ્પદ યુવકો ના મોત નિપજયા
પાલનપુર : ડીસા નજીક ના ભાખર મોટી ગામમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે ઉપર વારંવાર થતાં અકસ્માત રોકવા માટે બમ્પ મુકવાની તાતી જરૂરિયાત છે ત્યારે ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના કાર્યપાલક ઈજનેર ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
માર્ગ મને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ડીસા દીપક હોટલથી વાઘરોલ ચાર રસ્તા સુધીના રોડનું થોડા સમય અગાઉ જ નવીનીકરણ કરવામાં આવેલ છે. પરંતુ આ રોડ ઉપર કેટલીક જગ્યાએ બમ્પ મૂકવાનો અભાવ રહી ગયો છે. જેથી અવારનવાર અકસ્માતોની ઘટના બની રહી છે. એક સપ્તાહ અગાઉ જ ડીસાના કાંટ નજીક ભાખર ગામના બે આશાસ્પદ યુવકના કરૂણ મોત નિપજ્યાં હતાં. જો કે, ડીસા નજીકના અંને દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામના બસ સ્ટેન્ડ પર જ દિવસ પર હજારો નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે આ માર્ગ ખેતર વિસ્તારમાંથી આવતા અને ગામમાં શાળામાં જતા નાના બાળકો તેમજ સવાર સાંજ ડેરીએ દૂધ ભરાવતા વાહન ચાલકોને પણ અકસ્માતનો ભોગ બનવું પડે છે. જેથી ભાખર મોટી ગામના નાળા પાસે બમ્પ મુકવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. આ અંગે ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ ભાખર મોટી ગામના ડીસા તરફ અને વાઘરોલ તરફના બન્ને મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા રોડ ઉપર બમ્પ મુકવા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) પાલનપુર ને તાકીદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : પાલનપુર : ચેટીચંડની રજા 23 માર્ચે જાહેર કરવા ડીસા સિંધી સમાજની માંગ