ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : દાંતીવાડા BSF દ્વારા બોર્ડર ચોકી રાધાનેસડા ખાતે કરાયું ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

Text To Speech
  • શ્રી લોદ્રાણી પ્રાથમિક શાળામાં રમતગમતની સામગ્રીનું વિતરણ કરાયું

પાલનપુર : બોર્ડર સિક્યોરિટી ફોર્સ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા બોર્ડર ચોકી રાધાનેસડા અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 123 બટાલિયનના કમાન્ડન્ટ ગુરિન્દર સિંઘની ઉપસ્થિતમાં પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ભૂપેન્દર સિંઘ દ્વારા કેમ્પનું શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાધાનેસડા અને તેની આસપાસના કુંડળીયા, રચીણા, કોરીલી વગેરે ગામોના ગ્રામજનોની તબીબી તપાસ કરી તેમને દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બોર્ડર સિક્યોરિટી ફોર્સ, 123 બટાલિયન દ્વારા લોદ્રાણી ગામની શ્રી લોદ્રાણી પ્રાથમિક શાળા ખાતે સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય મહેમાન ગાંધીનગર પ્રાદેશિક મુખ્યાલયના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ભૂપેન્દ્ર સિંઘની હાજરીમાં રમત ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

જેમાં શાળાના બાળકોએ સુંદર રીતે ગુજરાતી લોકગીતો, રાજસ્થાની લોકગીતો અને દેશભક્તિના ગીતો અને પિરામિડ નિર્માણ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપસ્થિત સીમા સુરક્ષા દળના અધિકારીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને રમતગમત સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ ભૂપેન્દ્ર સિંઘ એ શાળાના વિદ્યાર્થીઓને રમત ગમત પ્રત્યે જાગૃત થવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ડો.પંગા સરવંતી, ડેપ્યુટી કમાન્ડન્ટ/સીનિયર મેડિકલ ઓફિસર બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ડો.દિનેશ ચૌધરી, સર્જન, સરકારી હોસ્પિટલ થરાદ, ડો.વિરલ ચૌધરી, બાળરોગ નિષ્ણાંત, સરકારી હોસ્પિટલ થરાદ, ડો.યોગેશ દવે. C.S.C. સુઇગામ, ડો.કિરણભાઇ. મેડિકલ ઓફિસર, પી.એચ.સી. માવસરી તથા અન્ય પેરામેડિકલ સ્ટાફ સહિત શાળાના આચાર્ય ઈશ્વરભાઈ મકવાણા, લોદ્રાણી ગામના સરપંચ ભૂપજી બોરોટ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : પાલનપુર : ગઢની વિમળા વિદ્યાલયમાં યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં 200 ખેલાડીઓએ લીધો ભાગ

Back to top button