પાલનપુર : બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે ડામરાજી રાજગોર
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કોંગ્રેસના અગ્રણી ડામરાજી રાજગોરની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ડામરાજીને આ નવી જવાબદારી સોંપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ટિકિટ ફાળવણીના મુદ્દે નારાજ થયા હતા.
જેના પગલે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી પણ આપી હતી. ત્યારે હવે વચગાળાના સમયની કોંગ્રેસે વ્યવસ્થા ગોઠવી હોય તેવું લાગે છે. જિલ્લા કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ પદે ડામરાજી રાજગોરને ચાર્જ આપીને કાયમી પ્રમુખ પદ સોંપી દેવાય તો નવાઈ નહીં. જોકે જિલ્લા કોંગ્રેસ સમિતિ ના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હોવાના કારણે ડામરાજીને કાર્યકારી પ્રમુખ પદનો ચાર્જ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો :દિલ્હી BJP નું AAP ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલના રાજીનામાની કરી માંગ