ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા

Text To Speech

બનાસકાંઠા, 27 માર્ચ 2024, પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા છે. આજે તેમને પાલનપુર એડી.સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા.સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના કેસમાં યુકાદો આપવામાં આવ્યો છે.1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યા હતા. દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો સંજીવ ભટ્ટ પર આરોપ લાગ્યો હતો. આ કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં CID ક્રાઈમે સંજીવ ભટ્ટ તથા પાલનપુરના તત્કાલીન PI આઇ. બી. વ્યાસની ધરપકડ કરી હતી. આખરે સેશન્સ કોર્ટે પૂર્વ IPS ને દોષિત જાહેર કર્યા છે.

હાઈકોર્ટે સંજીવ ભટ્ટની અરજી ફગાવી હતી
પાલનપુર કોર્ટ દ્વારા PI વ્યાસને સાક્ષી બનાવીને 1996ના ડ્રગ્સ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી. જે બાદ સંજીવ ભટ્ટે આ કેસમાં પોતાની તરફથી કેટલાક સાક્ષીને બોલાવવા માટે મંજૂરી માંગતી અરજી અગાઉ પાલનપુર કોર્ટમાં કરી હતી. પાલનપુરની કોર્ટે સંજીવ ભટ્ટની અરજીને ફગાવી દીધી હતી. જેથી તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કહ્યું હતું કે, કાયદાનો દુરૂપયોગ કરનારાની અરજી સ્વીકારવા પાત્ર નથી.

સંજીવ ભટ્ટ 2015થી ફરજમુક્ત છે
સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના તેનો દૂરઉપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.

આ પણ વાંચોઃવડોદરાના પૂર્વ ક્રિકેટર પિતા-પુત્રના છેતરપિંડીના કેસમાં નવો વળાંક, કારસ્તાનનો પર્દાફાશ

Back to top button