પાલનપુર: ડીસા વિજ કંપની માંથી કોન્ટ્રાકટર માલ ઉઠાવી ગયો
- અધિકારીઓ ને ખ્યાલ આવતા ત્રણ સસ્પેન્ડ, એક ની બદલી
- આખો કિસ્સો દબાવવા ભાજપ ના નેતા દબાણ : હજુ પણ ફરિયાદ નહિ
પાલનપુર : ડીસા ઉત્તર ગુજરાત વિજ કંપનીમાંથી એક કોન્ટ્રાકટર એ ફાળવેલ માલ કરતા વધુ ઉપાડી ગયાનો મામલો સામે આવ્યો હતો. જોકે આ મામલો સામે આવ્યા બાદ ત્રણ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા તો એક ની તત્કાલિક અસર થી બદલી કરાઈ હતી.
ડીસા ના આખોલ પાસે આવેલ ઉત્તર ગુજરાત વિજ કંપની ની વિભાગીય કચેરી 1,2 આવેલી છે. જે ડીસા સહીતના તાલુકાઓ આ કચેરી ના તાબામા આવે છે. ત્યારે આ કચેરી દ્વારા વાવ તાલુકા ના ગામડાઓ મા નવી લાઈન ખેંચવા સહીતના કામો કોન્ટ્રાકટર ને નિયમ મુજબ આપવામાં આવ્યા હતા. ત્યારે આ કોન્ટ્રાકટર ને ફાળવેલ કામ અને મંજુર થયેલ કામ કરતા કચેરી માંથી વધુ માલ લઈ જઈ લાઈનો ઉભી કરી દીધી હોવાનું કચેરી ના અધિકારીઓ ને ધ્યાને આવતા ચોકી ઉઠ્યા હતા. અને માલ વધારે સ્ટોકમાંથી કઈ રીતે લઈ ગયેલ તે બાબત ની તપાસ કરતા ત્રણ અધિકારીની બેદરકારી સામે આવતા તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ, જ્યારે એક અધિકારી ની બદલી કરેલ. જોકે બાદ મા કોન્ટ્રાકટર સહીત અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવાની તેજવીજ હાથ ધરાઈ હતી પરંતુ કોન્ટ્રાકટર રાજકીય વગ નો ઉપયોગ કરતા બનાસકાંઠા ના રાજકીય આગેવાન દ્વારા કચેરીના અધિકારીઓ પર દબાણ લાવતા હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી.
આ બાબતે ઉત્તર ગુજરાત વિજ કંપની ના અધિકારી નો સંપર્ક કરતા જણાવેલ કે તપાસ ચાલુ છે. પૂર્ણ થયે માહિતી મળશે સાથે સસ્પેન્ડ અધિકારીઓ ના નામ પણ આપતાં ઉચ્ચ અધિકારી ફફડી રહ્યા હતા. જોકે કચેરીમાંથી માલ કોન્ટ્રાકટર વધુ લઈ જઈ ગુન્હો કર્યો હોવા છતાં ક્યાં નેતા ના ઈશારે અધિકારીઓ ફરિયાદ આપતાં ફફડી રહ્યા છે તેને લઈને ખુદ કચેરી મા પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : અરવલ્લી : શીકા ખાતે યોજાશે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ